<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

પડોશીના બેસણામાંથી ઘરે આવ્‍યા બાદ સંજયભાઇ ગોહેલનું હૃદય બેસી જતાં મોત

ગાંધીગ્રામ હરસિધ્‍ધી સોસાયટીનો બનાવઃ બીજા બનાવમાં આજી વસાહતના રાજુભાઇ દત્તનું પણ હાર્ટએટેકથી મૃત્‍યુ

રાજકોટ તા. ૨૧: હૃદયરોગના હુમલાથી વધુ બે લોકોના મૃત્‍યુ થયા છે. ગાંધીગ્રામ હરસિધ્‍ધી સોસાયટીમાં રહેતાં પ્રોૈઢ પડોશીનું અવસાન થયું હોઇ તેમના બેસણામાંથી ઘરે આવ્‍યા ત્‍યાં જ એકાએક ઢળી પડયા બાદ મૃત્‍યુ થયું હતું. બીજા બનાવમાં આજી વસાહતમાં રહેતાં આધેડનું પણ ઘરે ઢળી પડયા બાદ મૃત્‍યુ થયુ હતું.

જાણવા મળ્‍યા મુજબ ગાંધીગ્રામ સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ પાછળ આવેલી હરસિધ્‍ધી સોસાયટી-૩માં રહેતાં સંજયભાઇ પ્રેમજીભાઇ ગોહેલ (ઉ.વ.૫૪) નામના પ્રોૈઢ સાંજે પડોશમાં બ્રાહ્મણ પરિવારના સદસ્‍યનું અવસાન થયું હોઇ તેમનું બેસણું નજીકના સ્‍થળે રખાયું હોઇ તેમાં ગયા હતાં. બેસણામાંથી ઘરે આવ્‍યા બાદ તેઓ એકાએક બેભાન થઇ ઢળી પડતાં ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. સંજયભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજા બનાવમાં આજી વસાહત ખોડીયારનગર-૧૩માં રહેતાં રાજુભાઇ દશરથભાઇ દત્ત (ઉ.વ.૪૪) નામના આધેડ રાતે સાડા નવેક વાગ્‍યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યો હતો. મૃત્‍યુ પામનાર મુળ બંગાળના વતની હતાં અને કુંવારા હતાં. ચાર ભાઇમાં મોટા હતાં. ઘણા વર્ષોથી ભત્રીજા સાથે રહી કારખાનામાં કામ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.

ભગવતીપરાના જીવરાજભાઇનું બેભાન હાલતમાં મૃત્‍યુ

ભગવતીપરા નવીન ટાવર ખાતે રહેતાં જીવરાજભાઇ લાખાભાઇ સોધમ (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ રાતે અઢી વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તે પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ત્રણ ભાઇમાં મોટા હતાં. કેન્‍સરની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું. ત્રણેય  બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જે તે પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી.

(11:11 AM IST)