<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

પ્રજાના પ્રશ્નો નહીં ચર્ચાવાથી બોર્ડનો બહિષ્‍કારઃ વશરામભાઇ

રાજકોટઃ તા. ૧૮: આજે મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષી કોંગ્રેસના ચારેય કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા. આ અંગે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ બોર્ડમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા ન થતી હોવાનો આક્ષેપ કરી સામાન્‍ય સભાનો બહીષ્‍કાર કર્યો હોવાનું જણાવ્‍યું હતું.

 વશરામભાઇએ વધુમાં જણાવેલ કે, અમે ૧૦ દિ' અગાઉ સેક્રેટરીને જનરલ બોર્ડ અંગે પુછવા છતા સરખો જવાબ મળ્‍યો ન હતો. ઉપરાંત રાજયની તમામ મહાનગરપાલિકા-નગરપાલિકઓમાં વિપક્ષના પ્રશ્નો લેવાય છે.

 જયારે રાજકોટમાં જ ચર્ચા નથી કરવામાં આવતી પ્રશ્નો ભાજપ કાર્યાલયથી જ થાય છે અને તે પણ એક સરખા કાગળમાં જ મોકલવામાં આવે છે. સત્તાધીશોના અન્‍યાય સામે આગામી સમયમાં  કોર્ટના દ્વાર ખખડાવાની પણ વશરામભાઇએ ચિમકી ઉચ્‍ચારી હતી.

(3:47 PM IST)