News of Saturday, 18th January 2025
કેબીનેટ મંત્રીના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિથરે હાલઃ કોંગ્રેસ
વિંછીયાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરનાર અને હત્યાનો ભોગ બનનારના પરિવારની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ

રાજકોટ, તા., ૧૮ : વિંછીયાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરનાર અને હત્યાનો ભોગ બનનનાર પીડીત પરીવારના પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી અને કેબીનેટ મંત્રીના વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ હાલ હોવાનો આક્ષેપ કર્યો હતો.
રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકા ના થોરયાળી ગામમા માથાભારે તત્વો દ્વારા લેન્ડ ગ્રેબિંગની દબાણ બાબતની ફરિયાદ કરનારા પરીવારના સભ્યની સરાજાહેર હત્યા કરવાના બનેલા બનાવ અને ગંભીર ઘટનાક્રમના પગલે જીલ્લા કલેક્ટર જીલ્લા પોલીસ વડા દ્વારા ફરિયાદ પક્ષ ને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપ્યા બાદ આરોપીઓને વિછીંયા પોલીસ સ્ટેશનમાં જ જરુરી કાર્યવાહીના નામે ભાજપ સરકારની સુચના મુજબ રાજયના કેબિનેટ મંત્રીના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ચિથરેહાલ હોય જે બચાવ માટે કરેલી નાટકીય કાર્યવાહીની સામે ફાટી નિકળેલ લોકરોષને ન્યાય આપવામા નિષ્ફળ નિવડેલ તંત્ર એ નિર્દોષ નાગરિકો ઉપર દમનનો કોરડો વિંજી ૮૦ થી ૮૫ જેટલા નિર્દોષ લોકો ઉપર ફરિયાદો દાખલ કરવામા આવેલ છે તેની સામે પિડીત પરીવાર ને ન્યાય અપાવવાની આ લડાઈમાં કોંગ્રેસ પક્ષ તેની સાથે છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સુચના મુજબ પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ એડવોકેટ અશોકસિંહ વાઘેલા એડવોકેટ જસવંતસિંહ ભટ્ટી વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા જસદણ-વિંછીયા વિસ્તારના સ્થાનિક આગેવાનો કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડા અવસરભાઈ નાંકીયા જીલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચુંટાયેલ સભ્યશ્રી સાથેના ડેલીગેટસનો આ ઘટનાનો ભોગ બનેલ પરીવારની થોરીયાળી ગામે મુલાકાત લઈ શાંતંવના પાઠવી કાયદાકીય રીતે જયાં જરૂર પડે ત્યાં પુરા સહાયોગની ખાત્રી આપી હતી અને ન્યાય ની લડાઈ મા જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસ પક્ષ મજબૂતથી સક્ષમ વિપક્ષ તરીકે સાથે ઉભા રહેવાની ખાત્રી આપી હતી અને રાજ્યના કેબિનેટ મંત્રીના વિસ્તારમા ચિંથરેહાલ કાયદો વ્યવસ્થાની સખત શબ્દોમા ટીકા કરી હતી.
(3:45 PM IST)










