News of Saturday, 18th January 2025
ગરમ પાણી ભરેલી ડોલમાં પડી જતા દાઝી ગયેલા બે વર્ષના વિકાસનું મોત

રાજકોટ તા. ૧૮: જામનગરના દરેડમાં ગરમ પાણી ભરેલી ડોલમાં પડી જતા દાઝી ગયેલા બે વર્ષના બાળકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ જામનગરના દરેડગામમાં રહેતા વિજયભાઇ સરવૈયાનો બે વર્ષનો પુત્ર વિકાસ તા. ૧ ના રોજ પોતાના ઘરમાં રમતો હતો ત્યારે રમતા રમતા ગરમ પાણી ભરેલી ડોલમાં પડી જતા દાઝી જતા તેને સારવાર માટે જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં આજે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું મૃતક વિકાસ બે ભાઇમાં નાનો હતો આ અંગે પ્રનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:41 PM IST)










