<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

મનપાના પ્રતિનિધિ તરીકે મીનાબા જાડેજાની નિમણુંક

અરવિંદભાઇ મણીઆર પુસ્‍તકાલયના વિવિધ નામકરણ અને આવાસોની કિંમત સહિતની ૯ દરખાસ્‍તો સર્વાનુમતે મંજુર

રાજકોટ, તા. ૧૮ :  મ્‍યુનિ. કોર્પોરેશનનું આજે મળેલ જનરલ બોર્ડમાં અરવિંદભાઇ મણીઆર પુસ્‍તકાલયના બોર્ડ સભ્‍ય તરીકે મનપાના પ્રતિનિધિ તરીકે વોર્ડ નં. ર ના કોર્પોરેટર મીનાબા અજયસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત ટાઉનશીપમાં કોમ્‍યુનીટી કોલનું નામ કરણ તથા મવડી વિસ્‍તારના ચોકનું નામકરણ સહિતની ૯ દરખાસ્‍તો સર્વાનુમતે મંજુર કરવામાં આવી છે.

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૨માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્‍યામલ વાટિકા પાસે, ટી.પી.૧૫(વાવડી)ના એફ.પી.૧૫/ એ૨૮/એ માં પ્રાધાનમંત્રી આવાસ યોજનો અંતર્ગત E.W.S.-૧ કેટેગરીના કરવા. મનસુખભાઈ છાપિયા ટાઉનશીપમાં આવેલ કોમ્‍યુનિટી હોલનું રંજનબેન રાવલે કોમ્‍યુનિટી હોલ નામકરણ કરવા સ્‍વિસ એજન્‍સી ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ કોઓપરેશન ફંડેડ કેપેસીટી બિલ્‍ડીંગ ઙ્કોજેક્‍ટ ઓન લો કાર્બન એન્‍ડ ક્‍લાઈમેટ રેસિલિયન્‍ટ સીટી ડેવેલોપમેન્‍ટ ઈન ઈન્‍ડિયા(કેપેસીટીસ) ફેઝ-૨ પ્રોજેક્‍ટ અંતર્ગત રાજકોટ શહેર માટે ઈકલી સાઉથ એશિયા દ્વારા રજુ કરવામાં આવેલ ક્‍લાઈમેટ રેસીલિએન્‍ટ સીટી એક્‍શન પ્‍લાન-ટુવર્ડસ નેટ ઝીરો ફયુચર બાય ૨૦૭૦ અંગે અરવિંદભાઈ મણીઆર પુસ્‍તકાલયના બોર્ડમાં સભ્‍ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિની તરીકે વોર્ડ નં. ર ના મીનાબા અજયસિંહ જાડેજાની  નિમણુંક કરવા.

ભારત સરકારના સ્‍માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરની ટી.પી સ્‍કીમ નં.૩ર(રૈયા) ૯૩૦ એકર જગ્‍યામાં વિકસાવવામાં આવેલ અટલ સ્‍માર્ટ સિટી- રાજકોટ વિસ્‍તારમાં ભારત દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવા,

સ્‍માર્ટઘર-૪(વીર તાત્‍યાટોપે ટાઉનશીપ) અને સ્‍માર્ટઘર-૬(શહીદ રાજગુરૂ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસોની કિંમત નક્કી કરવા, સન ટુ હ્યુમન રાજકોટ પરિવાર દ્વારા પરમ પૂજ્‍ય અલયજીની શિબિરના આયોજન માટે રેસકોર્ષ વિભાગ-એ-બી, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્‍ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્‍યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવા, રાજકોટ રનર્સ એસોશિએશન દ્વારા નાઈટ હાફ મેરેથોનના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્‍ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્‍ડ તથા કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્‍યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવા, શહેરના વોર્ડ નં.૧૧માં પંચશીલનગરની બાજુમાં આવેલ મવડી સ્‍મશાનની આગળના ચોકનું કલ્‍પેશ સાગઠીયા ચોક નામકરણ કરવા. તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્‍યાનમાં લેવા સહિતની ૯ દરખાસ્‍તો અંગે નિર્ણય લેવામાં  આવ્‍યો હતો.

(3:16 PM IST)