News of Saturday, 18th January 2025
ગુજરાતનું શિક્ષણક્ષેત્ર ખોખલું, NSUI જંગ છેડશે
ગુજરાત પેપર લીક કૌભાંડનું AP સેન્ટર : રાષ્ટ્રીય અધ્યક્ષ ‘અકિલા'ની મુલાકાતે અમિતભાઇ શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરજીના અપમાન મુદ્દે NSUI ની કેન્ડલ માર્ચઃ શકિતસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા

NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ વરૂણ ચોધરી સાથે ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકી તથા અગ્રણીઓ ડો. રાજદીપસિંહ જાડેજા, દિવ્યાબા રાજપૂત, વૈશાલી, શિંદે, રવિ જીતિયા, રાહુલ સોલંકી, નીતિન ભંડેરી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં કોંગ્રેસની છાત્ર સંસ્થા સરકાર સામે ટૂંક સમયમાં જંગ છેડશે. એનએસયુઆઇ ના રાષ્ટ્રીય પ્રમુખ વરુણ ચોૈધરીું આજે ‘ અકિલા' ની મુલાકાતે આવ્યા હતા. વરુણએ જણાવ્યું હતું કે, ગુજરાત પેપરલિક કોૈભાંડનું એપી સેન્ટર છે. દેશમાં જયા પેપર ફૂટે છે, તેની લીંક ગુજરાત તરફ જોડાયેલી નીકળે છે. રાજયમાં પ્રવાસ દરમિયાન જોવા મળ્યું કે, ગુજરાતમાં શિક્ષણનું સંપૂર્ણપણે વ્યવસાયી કરણ થઇ ગયું છે. શિક્ષણનું સત્ર સાવ ખોખલું બની ગયું છે. ગુજરાતીઓ શિક્ષણ માટે અન્ય રાજયોમાં કે વિદેશમાં જવા લાગ્યા છે. ખોખલા શિક્ષણ તંત્ર સામે એનએસયુઆઇ રાજયવ્યાપી જંગ છેડશે.
શ્રી ચોૈધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સામે લોકોને તીવ્ર આક્રોશ જોવા મળે છે. આ બાબત ભાજપના વળતા પાણી દર્શાવે છે. શિક્ષણનું ક્ષેત્ર હોય કે લોકોનીસ અન્ય પરેશાની હોય, કોંગ્રેસ પૂરી તાકાતથી સત્તા સામે જંગ છેડશે.
ગુજરાત પ્રદેશ NSUI દ્વારા રાજકોટ ખાતે જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નારા સાથે એક બહોળી સંખ્યા સાથે રાજકોટના રાજમાર્ગ ઉપર કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીનું આયોજન ગુજરાત NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતેથી સમગ્ર NSUI તેમજ કોંગ્રેસ પરિવારના યુવાનો દ્વારા રેલીની શરૂઆત જિલ્લા પંચાયત ચોક ખાતેથી કરવામાં આવેલ હતી. જિલ્લા પંચાયત ઓફીસની અંદર ડો.બાબા સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને હારતોરા કરી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં NSUI ના ઓલ ઈન્ડીયાના પ્રમુખ વરૂણ ચૌધરી પણ આ માર્ચમાં હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. રેલીની અંદર બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ રાજકોટના રાજમાર્ગ ડો.યાજ્ઞિક રોડ ઉપરથી પસાર થઈ હતી ત્યારે યુવાનો દ્વારા જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નારા સાથે રાજકોટના રાજમાર્ગો ગુંજી ઉઠયા હતા. ત્યારબાદ રેલી આગળ જતાં રામકળષ્ણ આશ્રમ ત્યાંથી યાજ્ઞિક રોડ ઉપર સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ પાસે આગેવાનો દ્વારા પુષ્પ અર્પણ કરી રેલીને પૂર્ણ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા બે શબ્દો બોલી બધાને આવકાર્યા હતા.
ત્યારબાદ ઓલ ઈન્ડિયા NSUI ના પ્રમુખ વરૂણ ચૌધરી દ્વારા શાબ્દિક પ્રવચન કરેલ હતું. તેમાં વરૂણ ચૌધરીએ જણાવેલ હતું કે ભારત દેશની અંદર જેમના દ્વારા સંવિધાન લખાયેલું હોય તેવા વ્યક્તિની લોકસભાની અંદર ક્રુર મજાક અમિત શાહ દ્વારા કરવામાં આવેલ હતી. જેને ભારત દેશની પ્રજા કોઈ દિવસ ભુલશે નહીં તેમજ સંઘના વડા દ્વારા પણ એક નિવેદન કરવામાં આવેલું હતું તેનો પણ લોકોમાં વ્યાપક રોષ જોવા મળેલ છે. આ તકે વરૂણ ચૌધરીજીએ કહ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાનને પણ નકકી કરવાનું રહેશે કે ગુજરાતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વવ્યાપી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે દેશના વડાપ્રધાને નકકી કરવાનું છે કે જેમનRSS ઉપર બેન્ડ મુકેલ હતો. તો હવે જો સરદાર વલ્લભભાઈ પટેલને આપ માનતા હો તો તમારે નક્કી કરવાનું રહેશે RSS ના વિચારોને સાથે આપ પ્રધાનમંત્રી સાહેબને જોડાયેલું રહેવાનું છે કે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો સાથે.
સાંસદશ્રી શકિતસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવેલ કે લોકસભાની અંદર જયારે અમીત શાહ દ્વારા જયારે ડો. બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવેલ ત્યારે ભાજપના જ સાંસદો પાછળથી કહેતા હતા કે સાહેબ ડો. બાબાસાહેબ બોલો ડો. સાહેબ બોલો પણ “અમિત શાહ” દ્વારા ડો.બાબા સાહેબનું ઘોર અપમાન લોકસભાની અંદર કરવામાં આવ્યું હતું. જેનો ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની અંદર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી, મુકેશભાઈ ચાવડા, ડો. રાજદિપસિંહ જાડેજા, નીતિન ભંડેરી, મહેશભાઈ રાજપૂત, ડી.પી. મકવાણા તેમજ ગાયત્રીબા વાઘેલા, બ્રિજરાજસિંહ રાણા-શહેર પ્રમુખ, મહિલા કોંગ્રેસના પ્રમુખ-દિપ્તીબેન સોલંકી, રવિ જીતીયા, અલ્પેશ સાધરીયા, હરપાલસિંહ જાડેજા, પ્રદિપ ડોડીયા, અંકિત સોંદરવા, પ્રિન્સ બગડા, મહિપાલ ચૌહાણ, ગૌરવ ખિમસુરીયા તેમજ શકિત સુપર-સી ના ચેરમેન વૈશાલીબેન શિંદે તેમજ ઓલ ઈનિડયા ફલ્શ્ત્ ના સંયોજક દિવ્યાબા રાજપૂત, હિરલબા રાઠોડ, દિપુબેન રાવ્યા, મયુરીબેન પુરોહિત, ભાવનાબેન વિગેરે જોડાયા હતા.
(2:53 PM IST)










