News of Saturday, 18th January 2025
રાજકોટ શહેર - જીલ્લામાં વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત ૨૪ હજાર કાર્ડ હોલ્ડરોએ લાભ લીધો

રાજકોટ, તા. ૧૮: જાન્યુઆરી - રાજકોટ શહેર - જિલ્લા નાગરિક પુરવઠા અને સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણની વિગતો તેમજ વિભાગની વિવિધ કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં ‘વન નેશન વન રેશન' કાર્ડ યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં નવેમ્બર માસ સુધીમાં કુલ ૨૩,૭૨૯ લાભાર્થીઓએ લાભ લીધો છે. રાજકોટ જિલ્લામાં હાલ ૭૧૩ વ્યાજબી ભાવની દુકાનો છે. જ્યારે ૩,૨૬,૧૩૫ રેશનકાર્ડ નોંધાયેલા છે. જેમાં ૧૩,૨૯,૪૬૦ જન સંખ્યાનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી, રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, નિવાસી અધિક કલેકટર શ્રી એ. કે. ગૌતમ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજશ્રી વંગવાણી, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી જયેશ બોઘરા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ, સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
(3:57 PM IST)










