<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

માધાપરમાં ટાઉન પ્‍લાનીંગ શાખા ત્રાટકીઃ ગેરકાયદે ૧૩ બાંધકામોનો કડુસલો

મનપા દ્વારા ગેરકાયદે દબાણ અન્‍વયે વોર્ડ નં. ૩ માં બે જગ્‍યાએ ડીમોલીશન ૧૮ મીટર ટીપી રોડ પર ખડકાયેલ મકાનો, દુકાનો શેડ, દિવાલ તોડી પડાયા

રાજકોટ તા. ૧૮: શહેરના વિવિધ વિસ્‍તારોમાં ટી.પી. સ્‍કીમ તથા સરકારી જગ્‍યાઓમાં ગેરકાયદે દબાણ હટાવવા મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્‍વયે વોર્ડ નં. ૩ માંથી મકાન, દુકાન, દિવાલ, શેડ સહિતના બાંધકામોનો કડુસલો બોલાવી કુલ ૩૬ મીટર જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્‍લાનીંગ શાખાને સેન્‍ટ્રલ ઝોન હેઠળના વિસ્‍તાર વોર્ડ નં. ૩ માં અનઅધિકૃત બાંધકામ દુર કરવા મ્‍યુનિસિપલ કમિશ્‍નર તુષાર સુમેરાના આદેશ અનુસાર તથા એડી. સીટી એન્‍જીનીયર એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં. ૩માં ટી.પી. સ્‍કીમ અમલીકરણ અન્‍વયે અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ.

જેમાં વોર્ડ નં. ૩ ટી.પી. સ્‍કીમ નં. ૩૮/૧ (માધાપર)માં માધાપર તાલુકા સ્‍કુલ વાળો ૧૮.૦૦ મીટર ટી.પી. રોડની ૧૮.૦૦ મીટર ટી.પી. રોડ પર આવેલ અનઅધિકૃત ૬-રહેણાંક મકાન, ર-વાણીજય હેતુ અને ૧-કમ્‍પાઉન્‍ડ દિવાલનું બાંધકામ દુર કર્યા જયારે વોર્ડ નં. ૩ ટી.પી. સ્‍કીમ નં. ૩૮/૧ (માધાપર) માં ધ સ્‍પેસ એપાર્ટમેન્‍ટની પાછળ આવેલ ૧૮.૦૦ મીટર ટી.પી. રોડની ૧૮.૦૦ મીટર ટી.પી. રોડ પર આવેલ અનઅધિકૃત ૬-રહેણાંક મકાન, ૪-ઔદ્યોગિક શેડ અને કમ્‍પાઉન્‍ડ દિવાલ દુર કરી જગ્‍યા ખુલ્લી કરાઇ હતી.

આ કામગીરીમાં ટાઉન પ્‍લાનીંગ શાખાના સેન્‍ટ્રલ ઝોનનો તમામ સ્‍ટાફ, બાંધકામ શાખા, જગ્‍યા રોકાણ શાખા, સોલીડ વેસ્‍ટ શાખા તથા રોશની શાખાનો સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્‍યાન સ્‍થાનિકે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે વિજિલન્‍સ શાખાનો સ્‍ટાફ પણ સ્‍થળ પર હાજર રહે

(2:50 PM IST)