તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
ધરમનગરમાં મકાનમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા
તાલુકા પોલીસના હેડ કોન્સ હરપાલસિંહ જાડેજા, કોન્સ ઉગાભાઇ બાળા અને અક્ષયભાઇ નાથાણીની બાતમીઃ રૂા. ૧૪ હજારની રોકડ સહિતની મતા કબ્જે

રાજકોટ, તા. ૧૮: ચાલીસ ફુટ રોડ પર ધરમનગરમાં મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ ૪૦ ફુટ રોડ પર ધરમનગરમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગારરમતા હોવાની તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ હરપાલસિંહ જાડેજા, કોન્સ ઉગાભાઇ બાળા, અક્ષયભાઇ નાથાણીને બાતમી મળતા ધરમનગર શેરી નં. ૧ માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક કાનજી હરજીભાઇ જાદવ તથા શેરી નં. ૧ ના હેમંત મેધજીભાઇ વાણીયા, ૪૦ ફુટ રોડ શીવ કોમ્પ્લેક્ષ વાળી શેરીમાં રહેતા શૈલેષ પુંજાભાઇ મકવાણ અને ધરમનગર શેરી નં. ૧ ના પ્રવિણ જેન્તીભાઇ સોલંકીને પકડી લઇ રૂા. ૧૪૦૯૦ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.આઇ. ડી.એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.આર. ભરવાડ, હેડ કોન્સ કૌશેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કુલદિપસિંહ જાડેજા, કોન્સ. સંજયભાઇ માંડાણી, મયુરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહીલ, નિકુંજભાઇ મારવીયા, ઉગાભાઇ બાળા, જયપાલસિંહ સરવૈયા, મહાવિરસિંહ જાડેજા, અક્ષયભાઇ નાથાણી, દ્વારા કરવામાં આવી હતી.
(2:23 PM IST)










