તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
અટલ સરોવરમાં આજથી ૯ દિવસ રામ ધર્મોત્સવ : ૨૬ મીએ કસુંબલ ડાયરો
અયોધ્યા રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણીરૂપે ૧૫૦૦ ફુટમાં ફલોટ સજાવટ : ૧૦૦૮ બાળકો રામની વેશભુષા ધારણ કરી સર્જશે વલ્ડ રેકોર્ડઃ દરરોજ સાંજે ૪ થી ૧૧ દર્શનનો લાભ લઇ શકાશે : સનાતન ધર્મરક્ષક સમિતિ અને રોયલ રજવાડી ગ્રુપનું આયોજન

રાજકોટ તા. ૧૮ : અયોધ્યામાં શ્રીરામ મંદિરને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યુ હોય ધર્મરક્ષક સમિતિ અને રોયલ રજવાડી ગ્રુપ દ્વારા અટલ સરોવર રાજકોટ ખાતે તા. ૧૮ થી ૨૬ એમ ૯ દિવસીય ઉજવણીનું આયોજન કરાયુ છે. સમગ્ર રાજકોટને ફરી રામમય બનાવવા શ્રેણીબધ્ધ કાર્યક્રમો આયોજીત કરાયા છે. ભગવાનશ્રી રામ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ ઉભી કરાશે. જેનો ભાવિક ભકતો દર્શનનો લાભ લઇ શકશે. મુખ્ય રામદ્વાર ગેટથી મંદિર સુધી ૧૫૦૦ ફુટમાં અવનવા ધાર્મિક ફલોટ તેમજ મૂર્તિ અને પૌરાણીક ચીજ વસ્તુઓ મુકાશે. ૧૦૦૮ નાના ભુલકાઓ શ્રીરામ બની વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે. તેમજ તા. ૨૬ જાન્યુઆરીના રાત્રે ૮.૩૦ કલાકે રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરાયુ છે. આ સંપૂર્ણ રામધર્મોત્સવ તા. ૧૮ થી ૨૬ ઉજવાશે. જેનો સમય દરરોજ સાંજે ૪ થી રાત્રે ૧૧ વાગ્યા સુધીનો રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ગુજરાત સનાત ધર્મરક્ષક સમિતિના પ્રદેશ અધ્યક્ષ વિજયભાઇ બાબુભાઇ વાંક તથા મુખ્ય માર્ગદર્શક ભરતભાઇ દોશી (મો.૯૮૨૫૨ ૧૧૯૩૮)તેમજ રજવાડી રોયલ ગ્રુપના રક્ષિતભાઇ કલોલા, હાર્દિકસિંહ રાઠોડ, મનિષભાઇ પ્રજાપતી, અશ્વિનભાઇ પ્રજાપતી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (૧૬.૨)
(1:00 PM IST)










