<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

નકળંગ હોટલ પર પેટ્રોલ બોમ્‍બ ફેંકનારાઓએ ઘટના સ્‍થળે કહ્યું-ભુલ થઇ ગઇઃ ટોળા ઉમટયા : જુઓ વિડિયો

પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ ડોડીયા, એએઅસાઇ જગમાલભાઇ સહિતની કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે નકળંગ ટી-સ્‍ટોલ ખાતે પાન-મસાલાના ૧૦૦ રૂપિયા બાબતે માથાકુટ કરી મારામારી કરી ચાર શખ્‍સોએ પેટ્રોલ બોમ્‍બ ફેંકી હોટલ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં યુનિવર્સિટી પોલીસે એક સગીર સહિત બે આરોપીને અને ક્રાઇમ બ્રાંચે એક આરોપીને દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે. ગોવર્ધન ચોક ખોડિયારનગર-૧૯માં રહેતાં જીલાભાઇ ઉર્ફ મુન્‍નાભાઇ સવાભાઇ સીરોડીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી પોલીસે જયદેવ રામાવત અને ચિરાગ બાવાજી તથા બે અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. મકર સંક્રાતિની રાતે અજાણ્‍યો શખ્‍સ હોટલે પાન મસાલાના ૧૦૦ રૂપિયા બાબતે માથાકુટ કરી ઝપાઝપી કરી મારામારી કરી ભાગી ગયા બાદ રાતના ફરી ત્રણ સાગ્રીતો સાથે  હોટેલ પાસે આવી કાચની બોટલમાં પેટ્રોલ કે જ્‍વલનશીલ પ્રવાહી ભરી સળગાવી આ બોટલ હોટલમાં ફેંકી હોટલ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. ગોપાલસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ જાડેજાની બાતમી પરથી મુખ્‍ય આરોપી જયદેવ મહેશભાઇ રામાવત (રહે. ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટર, બ્‍લોક નં. ૨૭/૫૯૨, ભગતસિંહજી ગાર્ડન નજીક) તથા એક સગીરને પકડી લીધા છે. આ બંને પાસેથી બે એક્‍સેસ ટુવ્‍હીલર કબ્‍જે કરાયા છે. જીલાભાઇ ઉર્ફ મુન્‍નાભાઇ સિરોડીયા હોટલ સાથે પાનનો ગલ્લો પણ ધરાવે છે. પાનના ગલ્લે તેના માસીના દિકરા સાહિલ બેઠા હોઇ અજાણ્‍યાએ પાન-મસાલા લઇ મેં તમને ૧૦૦ રૂપિયા દીધા છે કહી બાકીના પાછા માંગતા સાહિલે તમને પચાસ જ દીધા છે તેમ કહેતાં એ શખ્‍સે કેમેરા ચેક કરી લ્‍યો કહી ડખ્‍ખો કર્યો હતો. તેમજ જીલાભાઇએ ભલે જે દીધા હોય એ સો રૂપિયા પાછા લઇ લો, માથાકુટ નથી કરવી તેમ કહેતાં એ શખ્‍સે હું કંઇ ભીખારી નથી કહી મારામારી કરી હતી. બાદમાં ત્રણ શખ્‍સો સાથે મળી પેટ્રોલ બોમ્‍બ હોટલ પર ફેંક્‍યા હતાં.

 જયદેવ અને સગીરને યુનિવર્સિટી પોલીસે દબોચ્‍યા બાદ ત્રીજા આરોપી ચિરાગ શૈલેષભાઇ જલાલજી (ઉ.વ.૨૦-રહે. આકાશવાણી ચોક ભગતસિંહજી ક્‍વાર્ટર બ્‍લોક નં. ૩૦/૬૩૬)ને હેડકોન્‍સ. સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, કોન્‍સ. તુલસીભાઇ ચુડાસમાની બાતમી પરથી પકડી લેવાયો હતો.

આ કામગીરી પીઆઇ એચ. એન. પટેલ, પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. કે. મોવલીયા તેમજ એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્‍સ. મહિપાલસિંહ, વિરન્‍દ્રસિંહ, ક્રિપાલસિંહ, વિરદેવસિંહ, વીજુભા જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્‍સ. વનરાજભાઇ, ગોપાલસિંહ, દિવુભા જાડેજા સહિતે કરી હતી. બંને આરોપીઓને બપોરે ઘટના સ્‍થળે લઇ જઇ પોલીસે રિ-કન્‍સ્‍ટ્રકશન કરાવતાં અને પુછતાછ કરતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બંનેએ હવે પછી આવુ નહિ કરીએ તેમ કહી માફી માંગી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:49 PM IST)