<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

સાસુ-વહુ પર છરીથી હુમલોઃએક ગંભીર

કોઠારીયા ચોકડી પાસે રામનગરમાં ટાઇલ્‍સ તૂટવા પ્રશ્ને અને પાણી ઢોળાવા મામલે ડખ્‍ખો થયો :૬૫ વર્ષના નીતાબેન ઠુમ્‍મર અને પુત્રવધૂ ૩૧ વર્ષના વૃંદાબેન ઠુમ્‍મર સારવારમાં: પુત્રવધૂને ગંભીર ઇજાઃ હુમલાખોર અલ્‍પા ઘાયલ થયેલા નીતાબેનની પુર્વ પુત્રવધૂ થાય છેઃ આજીડેમ પોલીસે અલ્‍પા, તેના પુત્ર વિનીત ઉર્ફ વિવેક સામે હત્‍યાની કોશિષનો ગુનો નોંર્ધ્‍યો

રાજકોટ તા. ૧૭: શહેરના કોઠારીયા નજીક રામનગરમાં વૃધ્‍ધા અને તેના પુત્રવધૂ પર પડોશમાં જ રહેતી પુર્વ પુત્રવધૂ અને તેના પુત્રએ મળી છરીથી હુમલો કરતાં બંને સાસુ-વહુને લોહીલુહાણ હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાયા છે. જેમાં પુત્રવધૂને ગંભીર ઇજા પહોંચી છે.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા ચોકડી નજીક રામનગર-૩માં રહેતાં નીતાબેન જેરામભાઇ ઠુમ્‍મર (ઉ.વ.૬૫) અને તેના પુત્રવધૂ વૃંદાબેન દિવ્‍યેશભાઇ ઠુમ્‍મર (ઉ.વ.૩૧) પર બાજુમાં જ રહેતી અલ્‍પા તથા અલ્‍પાના પુત્ર વિનીત ઉર્ફ વિવેકે છરીથી હુમલો કરી આડેધડ ઘા મારી દેતાં સાસુ-વહુ લોહીલુહાણ થઇ ગયા હતાં. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. ઘાયલ સાસુ-વહુને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ થતાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ અશ્વિનગીરી ગોસ્‍વામી  સહિતે હોસ્‍પિટલે પહોંચી નીતાબેનની ફરિયાદ પરથી પડોશમાં જ રહેતી તેની પુર્વ પુત્રવધૂ અલ્‍પા અને અલ્‍પાના પુત્ર વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો છે. પોલીસના જણાવ્‍યા મુજબ હુમલાખોર અલ્‍પા સાથે અગાઉ નીતાબેનના પુત્ર દિવ્‍યેશે પ્રેમલગ્ન કર્યા હતાં. છુટાછેડા થયા બાદ તેણી બાજુમાં જ પુત્ર સાથે રહે છે. દરમિયાન હાલમાં દિવ્‍યેશે બીજા લગ્ન વૃંદા સાથે કર્યા છે. નીતાબેનના ઘરમાં રિનોવેશન કરાવાયું હોઇ તેની ટાઇલ્‍સ ઘર પાસે રાખી હતી. આ ટાઇલ્‍સ અલ્‍પાના ભાડુઆતે તોડી નાખતાં અને ઘર પાસે પાણી ઢોળતાં આ બાબતે બોલાચાલી થઇ હતી. આ પાછી અલ્‍પા અને તેના પુત્રએ ઉશ્‍કેરાઇ જઇ છરીથી હુમલો કર્યો હતો. જેમાં નીતાબેન અને પુત્રવધુ વૃંદાને છરીના ઘા ઝીંકી દેવાયા હતાં. આરોપીને પકડી લેવા તજવીજ થઇ રહી છે.

(3:53 PM IST)