<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

હવે રાજકોટીયનો બનશે વધુ ફિટ : ‘ફલેક્‍સ ફિનીટી જીમ'નો રવિવારથી પ્રારંભ

તા.૧૯ને રવિવારે આકાશવાણી ચોક યુનિવર્સિટી રોડ ખાતે ફલેક્‍સ ફિનીટી જીમની બીજી બ્રન્‍ચનો પ્રારંભઃ અત્‍યાધુનિક મશીનરી સાથે યોગ્‍ય ડાયટ, વર્કઆઉટ સહિતની સગવડતા મહિલાઓ માટે ફિમેલ કોચ મેડીકલ કંડીશનવાળાને પણ શ્રેષ્‍ઠ પરિણામ

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફલેક્‍સ ફિનીટી જીમના દિક્ષિતભાઇ વીરડીયા, ક્રિષભાઇ મુંગપરા, દિયાબેન પોપટ, યશવંતસિંહ ચૌહાણ અને રાકેશભાઇ પોપટ તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃસંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૭: આજકાલ આરોગ્‍ય પ્રત્‍યે લોકો વધુ જાગૃત થયા છે. તેમાંય કોરોના બાદ આરોગ્‍ય પ્રત્‍યે વધુ જાગૃતિ આવી છે. લોકો શારીરિક કસરત અને ખાસ તો નિષ્‍ણાંતો પાસે યોગ્‍ય રીતે પોતાની ફિટનેસ કરાવતા થયા છે. રાજકોટમાં પણ ફિટનેસનું ચલણ વધ્‍યું છે. ત્‍યારે આગામી ફિટનેસ નું ચલણ વધ્‍યું છે ત્‍યારે આગામી તા.૧૯ને રવિવારે ‘‘ફલેક્‍સ ફિનીટી'' જીમની બીજી બ્રાન્‍ચ શહેરનાં આકાશવાણી રોડ પર આવેલ શાંતિ હાઇટ્‍સ બીલ્‍ડીંગમાં શરૂ થવા જઇ રહી છે. રાજકોટવાસીઓ માટે નવું જીમ શરૂ કરનાર દિક્ષીતભાઇ વિરડીયા, ક્રિષભાઇ મુંગપરા અને દિયાબેન પોપટ અકિલાના આંગણે આવ્‍યા હતા અને નવા ફલેક્‍સ ફિનીટી જીમ વિશે જણાવ્‍યું હતું.

ફલેક્‍સ ફિનીટી જીમની પહેલી બ્રાન્‍ચ રાજકોટમાં ૮ મહિના પહેલા જ શરૂ થઇ છે. જેને ખુબ સારો રિસ્‍પોન્‍સ મળતા હવે આ બીજી બ્રાન્‍ચ શરૂ કરવા જઇ રહ્યા છે. દિક્ષીતભાઇએ જણાવ્‍યું હતું કે, આપણામાં હેલ્‍થ પ્રત્‍યે જાગૃતતા ઘટી રહી છે. લોકોમાં રદયરોગનું પ્રમાણ વધી ગયું છે, નાની ઉમરમાં બાળકોને ચશ્‍મા આવવા લાગ્‍યા છે. ઉપરાંત અનહેલ્‍ધી ફુડને લીધે મહિલાઓને પણ આરોગ્‍યનાં પ્રશ્નો થવા લાગ્‍યા છે. ત્‍યારે યોગ્‍ય રીતે જીમમાંથી વર્કઆઉટ કરવાથી આરોગ્‍યનું શ્રેષ્‍ઠ પરિણામ મળે છે.ફલેક્‍સ ફીનીટી જીમની પહેલી બ્રાન્‍ચમાં ૮ જ મહિનામાં ૧૬ થી લઇ ૮૦ વર્ષ સુધીનાં ૯૦૦ જેટલા સભ્‍યો થયા.

જ્‍યારે દિયાબેન પોપટનું કહેવું હતુ કે, અમે અહિં આવતા લોકોનું કસ્‍ટમાઇઝડ ડાયટ પ્‍લાન પણ કરી આપીએ છીએ. ડોકટરની સલાહ પ્રમાણે અને લોકોનાં શરીરની જરૂરિયાત મુજબ નિષ્‍ણાંતો દ્વારા ડાયટ પ્‍લાન કરી આપીએ છીએ. વધુ વર્કઆઉટ પછી જીમમાં ડાયટની જરૂર હોય તો તેનું પણ આયોજન અમે કરી આપીએ છીએ. જેથી લોકોને સારૂ અને યોગ્‍ય પરિણામ મળે છે.

જીમનાં મેનેજર યશવંતસિંહ ચૌહાણે  જણાવ્‍યું કે, ઘણાં માનતા હોય છે કે, નાના છોકરાને જીમ ન કરાય, વિદેશમાં પણ નાના છોકરાવ જીમ જાય છે તો અહીં કેમ નહીં અમે લોકોની ગેરમાન્‍યતા દુર કરીએ છીએ. વધુમાં બે દિવસ માટે ફ્રિટ્રાયલ પણ લોકોને આપીએ છીએ.

ક્રિષભાઇ મુંગપરાએ જણાવ્‍યું કે, અમારા ફલેક્‍સ ફિનીટી જીમની થીમ અને વાતાવરણ અલગ જ રાખ્‍યા છે જેથી એકવાર લોકો અહીં આવે તેને વારંવાર આવવાનું મન થાય ફિનેસ પ્રત્‍યે જાગૃતિ આવે.

ઉલ્લેખનીય છે કે ફલેક્‍સ ફિનીટી જીમમાં વર્કઆઉટ કરવાથી જલ્‍દી રીઝલ્‍ટ મળે છે. આ જીમમાં ખાસ પ્રકારની મશીનરીઓ પણ વસાવાઇ છે જેમ કે જેગુઆર સીરીઝ મશીનથી શરીરનાં અલગ-અલગ ભાગોની કસરત કરી શકાય છે. કુલ ૩૦ જેટલા અત્‍યાધુનિક મશીન અહીં રખાયા છે. વર્કઆઉટ માટે આવતા લોકો માટે ફલેક્‍સીબલ સમય રખાયો છે. લોકો ગમે ત્‍યારે આવી એક-બે વાર વર્કઆઉટ કરી શકે છે.

વેઇટ લોસ, અન્‍ય કસરતો માટે ખાસ કોચ રખાયા છે. મહિલાઓ માટે ફિમેલ કોચની વ્‍યવસ્‍થા કરાઇ છે. ખાસ મહિલાઓ માટે જીમમાં અલગ એરિયા પણ રખાયો છે. જેથી નિヘતિ રીતે કસરત કરી શકે છે. જીમ થી ઓફિસ કે કામે જવા ઇચ્‍છતા લોકો માટે સ્‍ટીમબાથ અને સાવર બાથની પણ વ્‍યવસ્‍થા કરાઇ છે. નોંધનીય છ ેકે મેડીકલ કંડીશનવાળા લોકોને પણ ફલેક્‍સ ફિનીટી જીમમાં વર્ક આઉટથી ખુબ સારા પરિણામ મળ્‍યા છે. આ જીમ દર રવિવારે પણ લોકોની ફિટનેસ માટે ચાલુ રહેશે. ઘણા લોકો પર્સનલ કોચ ઇચ્‍છે તો તે પણ વ્‍યવસ્‍થા જીમ દ્વારા કરાવી અપાય છે.

ઉલ્લેખનીય છે કે આ ફલેક્‍સ ફિનીટી જીમમાં મશીનરી હાઇજીનનું ખાસ ધ્‍યાન રખાય છે. તેને સમયાંતરે સેનેટાઇન્‍ પણ કરાય છે. ફાયર સેફટી, ફર્સ્‍ટ એડ કિટ, શ્રેષ્‍ઠ વાતાવરણ, ફ્રેન્‍ડલી વાતાવરણ સેફટી મહિલાઓમાટે સેવા કિલોનાં ડમ્‍બલ સહિતની અત્‍યાધુનિક તમામ ફિટનેસ આ ‘‘ફેલેક્‍સ ફિનીટી'' જીમમાં મળી રહેશે. અકિલાની મુલાકાત વખતે દિક્ષિતભાઇ વિરડીયા, ક્રિષભાઇ મુંગપરા, દિયાબેન પોપટ, યશવંતસિંહ ચૌહાણ, રાજેષભાઇ પોપટ હાજર રહ્યા હતા.

ફલેક્‍સ ફિનીટી જીમની વધુ વિગત માટે (મો.૭૫૬૭૨૭૧૨૨૬, ૭૪૩૫૦૭૧૨૨૬) પર સંપર્ક કરી શકાય છે.

(3:53 PM IST)