<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીના અધિકારીઓ વિભાગીય અધિકારી સાથે સંકલનની બેઠક

રાજકોટ તા.૧૭: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ તથા વિભાગીય અધિકારીશ્રીઓની સંકલન મીટીંગ કુલપતિ પ્રોફે. ઉત્‍પલભાઈ જોશીની અધ્‍યક્ષતામાં મળી. કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર તથા સૌ અધિકારીશ્રીઓએ નવનિયુક્‍ત કુલપતિ પ્રોફે. ઉત્‍પલભાઈ જોશીને શુભેચ્‍છાઓ પાઠવી હતી. કુલપતિશ્રીએ સૌ અધિકારીશ્રીઓના વિભાગો તથા કાર્યની વિગતો મેળવી NAAC માટે સૌ સાથે મળીને કાર્ય કરીએ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને પુનઃ ઉચ્‍ચસ્‍તરે લઈ જવા સામૂહિક પ્રયત્‍ન કરીએ વહીવટી પ્રક્રિયા પારદર્શક, સરળ અને વિદ્યાર્થીલક્ષી બનાવીએ બનાવવા પર ભાર મુકયો છે. પરીક્ષા પધ્‍ધતિ સુદ્રઢ અને પારદર્શક બનાવવા પર કાર્ય કરવા જણાવ્‍યું છે.

ગુજરાત સરકારના નવા એક્‍ટ અને સ્‍ટેચ્‍યુટસનો અમલ કરી સુવ્‍યવસ્‍થિત રીતે કાર્ય કરવા માર્ગદર્શન આપી નવા આયામો સિધ્‍ધ કરી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પુનઃ સિધ્‍ધિ મેળવે એ સૌનો સંયુક્‍ત પ્રયાસ હોવો જોઈએ કાર્યની અગત્‍યતા, ચોક્કસાઈ, નિયમોનું પાલન, વિદ્યાર્થીઓની અગ્રીમતા સાથે બધા વિભાગો કાર્ય કરીએ તેવી વાત કુલપતિ ડો. ઉત્‍પલભાઈ જોશીએ કરી હતી.

(4:03 PM IST)