<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ગુજરાત વિજ્ઞાન સંમેલન તા.૩૦ જાન્‍યુઆરી સુધી યોજાશે પરીસંવાદ-સ્‍પર્ધા અને પ્રદર્શનમાં ૪૦ હજાર છાત્રો ભાગ લેશે

તા.ર૭ જાન્‍યુ.એ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે કાર્યક્રમમાં તજજ્ઞોના વ્‍યાખ્‍યાન યોજાશે

રાજકોટ, તા., ૧૬: વિજ્ઞાન ગુર્જરી એ વિજ્ઞાન ભારતીનો ગુજરાત એકમ છે. વિજ્ઞાન ગુર્જરી ભારતીય વૈજ્ઞાનિકો, ભારતીય ગુરુ-શિષ્‍ય પરંપરા તેમજ ભારતના ભવ્‍ય વૈજ્ઞાનિક વારસા વિશે લોકોમાં જાગળતિ લાવવા માટે સતત પ્રયત્‍નશીલ છે. વિજ્ઞાન ગુર્જરીનો આવો જ એક પ્રકલ્‍પ છે ૅગુજરાત વિજ્ઞાન સંમેલન (GVS)ૅ. વિજ્ઞાન ગુર્જરી દ્વારા દર વર્ષે ગુજરાત વિજ્ઞાન સંમેલનનું આયોજન કરવામાં આવે છે.  આ વર્ષે તા. ૧૫ થી ૩૦ જાન્‍યુઆરી ૨૦૨૫ દરમિયાન GVS-૨૦૨૫ યોજાનાર છે જે અંતર્ગત ગુજરાતભરમાં વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓમાં કોન્‍ફરન્‍સ, વર્કશોપ તેમજ સેમિનારનું આયોજન થશે.

૨૫ જાન્‍યુ.૨૦૨૫નાં રોજ જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી, ભાવનગર ખાતે ૅક્‍લાઈમેટ ચેન્‍જ એન્‍ડ લાઈફ સ્‍ટાઈલ ફોર એન્‍વાયરમેન્‍ટ એન્‍ડ વોટરૅ કોન્‍ફરન્‍સનું આયોજન થશે. તા. ૨૨ જાન્‍યુ. ૨૦૨૫ ના નવયુગ સાયન્‍સ કોલેજ સુરત ખાતે ટીચર્સ સ્‍કીલ ડેવલપમેન્‍ટ એન્‍ડ ઇન્‍ડિયન નોલેજ સિસ્‍ટમ વિષય પર વર્કશોપ યોજવામાં આવશે. સ્‍વતહ ઈનોવેશન દ્વારા બાયો સેન્‍સર ટેકનોલોજી પર તા. ૧૫ થી ૨૪ જાન્‍યુ. ૨૦૨૫ દરમિયાન બે સપ્તાહના ઓનલાઈન આંતરરાષ્‍ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું છે. ઉપરાંત એમ.એસ. યુનિવર્સિટી બરોડા ખાતે તા. ૨૭ થી ૨૯ જાન્‍યુ. દરમિયાન પ્રોજેક્‍ટ ટુ પ્રોડક્‍ટ ૨૦૨૫નું આયોજન થશે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઇન્‍ડસ્‍ટ્રી રિલેટેડ પ્રોજેક્‍ટ પ્રદર્શિત કરી શકશે તેમજ ઇન્‍ડસ્‍ટ્રી એક્‍સપર્ટ સાથે વાર્તાલાપ કરશે. GVS-૨૦૨૫નો મુખ્‍ય કાર્યક્રમ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રાજકોટ તેમજ વિજ્ઞાન ગુર્જરીના સંયુક્‍ત ઉપક્રમે તા. ૨૭ જાન્‍યુ.૨૦૨૫નાં  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાષા ભવન ખાતે યોજાનાર છે, જે અંતર્ગત  વેદ ઓર વિજ્ઞાન શીર્ષક સાથે એક રાષ્‍ટ્રીય કક્ષાની કોન્‍ફરન્‍સનું આયોજન થશે. આ કોન્‍ફરન્‍સ એ એક અનન્‍ય આંતરશાખાકીય કાર્યક્રમ છે જેના દ્વારા વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને ચિંતકો સાથે મળીને પ્રાચીન વૈદિક જ્ઞાન તેમજ વૈજ્ઞાનિક વિચારો વચ્‍ચેના સંબંધનું અન્‍વેષણ કરશે.  આ કોન્‍ફરન્‍સમાં કોસ્‍મોલોજી, આયુર્વેદ, ગણિતશાષા, આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ વગેરે વિષયો આવરી લેવાશે. આ કોન્‍ફરન્‍સમાં વ્‍યાખ્‍યાનો, ચર્ચા સત્રો તેમજ પોસ્‍ટર -પ્રેઝન્‍ટેશન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આર્ષ વિદ્યામંદિર રાજકોટના કાર્યકારી અધ્‍યક્ષ  પૂ. સ્‍વામીની ધ્‍યાનાનંદજી ૅવેદ, ઉપનિષદ, ભગવત ગીતા અને પુરાણોમાં વિજ્ઞાનૅ વિષય પર વ્‍યાખ્‍યાન આપશે. ધ ઇન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના અધ્‍યક્ષ ડો. જે. જે. રાવલ ૅવેદોમાં ખગોળશાષૉ વિષય પર વ્‍યાખ્‍યાન આપશે. તોલાણી આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજ આદિપુર (કચ્‍છ)ના એસોસીએટ પ્રોફેસર ઇન્‍ડિયન નોલેજ સિસ્‍ટમના તજજ્ઞ પ્રો. મહેશભાઈ ઓઝા ૅભારતીય શાષાઃ વૈજ્ઞાનિક વર્લ્‍ડ માટે -ેરણાસ્ત્રોતૅ વિષય પર વ્‍યાખ્‍યાન આપશે. પ્રાધ્‍યાપક ડો. આર. એ. ચોટલીયા ૅપૌરાણિક સાહિત્‍યમાં વિજ્ઞાનૅ વિષય પર વ્‍યાખ્‍યાન આપશે. કોન્‍ફરન્‍સ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ઉત્‍પલ જોશી તેમજ વિજ્ઞાન ગુર્જરીના અધ્‍યક્ષ અને જી. બી. આર. સી.નાં ડિરેક્‍ટર પ્રો. (ડો) ચૈતન્‍ય જોશીનાં અધ્‍યક્ષ સ્‍થાને યોજાનાર છે. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે રાજકોટ ના જાણીતા ઉદ્યોગપતિ અને વિજ્ઞાન ગુર્જરીના માર્ગદર્શક  મુકેશભાઈ મલકાણ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમમાં રજીસ્‍ટ્રાર ડો. આર. જી. પરમાર, વિજ્ઞાન ગુર્જરીના સેક્રેટરી ડો. જીગ્નેશ બોરીસાગર, વિજ્ઞાન ગુર્જરી સૌરાષ્‍ટ્ર કચ્‍છ ઝોનના કન્‍વીનર તેમજ ભૌતિક શાષા ભવનના અધ્‍યક્ષ પ્રો. (ડો.) નિકેશ શાહ અને વિજ્ઞાન ગુર્જરી સૌરાષ્‍ટ્ર કચ્‍છ ઝોનના સેક્રેટરી પ્રો. પ્રદીપ એન. જોશી છે.  કોન્‍ફરન્‍સનાં મુખ્‍ય આયોજકો  ડો. પિયુષ સોલંકી, ડો. રમેશ કોઠારી, ડો. રંજન ખૂટ ,ડો. અશ્વિની જોશી, ડો. ડેવિટ ધ્રુવ, ડો. આશિષ રાવલિયા,  ડો. મિતલ કનેરિયા તેમજ ડો. પ્રિયા પટેલ છે.

(3:23 PM IST)