તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
સમસ્ત નવનાથ વણીક સમાજ યુવા પરિચય મેળો
વિશ્વ વણિક સામાજીક સંગઠન દ્વારા માર્ચમાં આયોજનઃ નામ નોંધણી

તસ્વીરમાં મૂકેશભાઇ જાટકીયા, ચેતનભાઇ વખારીયા, નયનાબેન મોદી, રીધ્ધીબેન બાવીશી, હર્ષાબેન બોસમીયા, વિધીબેન મહેતા, નીલેશભાઇ મહેતા અને વંદિતભાઇ શેઠ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ સમસ્ત નવનાથ વણીક સમાજના યુવા પરિચય મેળાનું આયોજન આગામી ૯ માર્ચના સવારે ૯ થી ૨ દરમ્યાન કરવામાં આવ્યું છે.
સમસ્ત વણીક સમાજ નવનાથ વિશ્વ વણિક સા.સંગઠન દ્વારા નવરાત્રી સોનમ ગરબા મહોત્સવનું આયોજન જૈન વિઝન ના સથવારે ચંદ્રકાંતભાઇ શેઠ, મિલનભાઇ કોઠારી,જયેશભાઇ શાહ,સુનિલભાઇ શાહ, મૂકેશભાઇધોળકીયા, અને અમિતભાઇ મહેતા વિગેરે દ્વારા કરવામાં આવેલ હતું.
ગયા વર્ષેયુવા પરિચય મેળવડાની સફળતાને લઇને આ વર્ષે પણ શેઠ ઉપાશ્રય પ્રેરણાથી ‘‘યુવા પરિચય મેળા'' નું આયોજન કરવામાં આવેલ છે. આમાં નવે નવનાત પૈકીના કોઇપણ યુવાનો-યુવતીઓ રોયલ મેરેજ બ્યુરોના ૯૯૯ રૂ. ભરી સભ્ય થઇને જોડાઇ શકશે અને હાલ યુવતી માટે ફ્રી છે. રોયલ મેરેજ બ્યુરો‘‘ વણિક ભવન''(શેઠ ઉપાશ્રય) ખાતેથી અવિરત ચાલુ છે જે તેઓ માટે દર રવિવારે ૯ થી ૧ વચ્ચે રૂબરૂમાં હાર્ડ કોપીમાં પસંદગી બાયોડેટા જોવા મળે છે આ ઉપરાંત ઓનલાઇન વેબ સાઇટ www.royalvaniksathi.in પણ કરી શકે છે. બહેનો માટે તા.૨૮-૨-૨૫ સુધી વિના મૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે.મેળાવડામાં જોડાવા ઇચ્છતા યુવાન-યુવતી બંને માટે ઓ માટે રૂ.૨૫૦ ટોકન ચાર્જ ભરવાનો રહેશે.તેમ યાદીમાં જણાવાયું છે.
આ મેળાવડાને સફળ બનાવવા માટે પરેશભાઇ મહેતા, નયનાબેન મોદી, રિધ્ધીબેન બાવીશી, મૂકેશભાઇ જાટકીયા,ચેતનભાઇ વખારીયા, નિલેશભાઇ મહેતા, નિદહીબેન મહેતા, હર્ષભાઇ ગોડા, રમેશભાઇ શેઠ, વંદીતભાઇ શેઠ, હાર્દિકભાઇ,દી.કે. કોઠારી,નિલેશભાઇ ગાંધી, દિનેશભાઇ ટીંબડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
વધુ માહિતી માટે સંપર્ક સુત્રઃ- ૮૭૯૯૬૮૭૭૦૨/ ૮૭૮૦૫૬૯૯૩૧(૩૮.૮)
(3:22 PM IST)










