<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રાજકોટ ટ્રેડ ઇલેકટ્રોનીકસ એસો.ના હોદેદારોઃ પ્રમુખ રસિક પોકળ, સેક્રેટરી મનોજ પરમાર

સંસ્‍થાનો ૪૭માં વર્ષમાં પ્રવેશ, દર વર્ષે સભ્‍યો માટે યોજાતા અનેક કાર્યક્રમો

રાજકોટ.તા.૧૭: રાજકોટ ઇલેકટ્રોનીકસ ટ્રેડ એસોસીએશનના નવાં વર્ષ ૨૦૨૫ ની કારોબારી તેમજ હોદેદારો  માટેની ચંૂટણી પ્રક્રિયા માટેની જનરલ મીટીંગ યોજાયેલ જેમાં પ્રમુખઃ-રસિકભાઇ પોકળ  , મંત્રીઃ-મનોજભાઇ પરમાર, ખજાનચીઃ- મૂકેશભાઇ-ઉપપ્રમુખઃ- ગોરધનભાઇ શંક, સહમંત્રીઃ- ભરતભાઇ મહેતા તેમજ લુણાગરીયા કારોબારી કમીટીમાં મનસુખભાઇ મોજીદ્રા, મનીષ ઇ રાબડીયા, હરેશભાઇ રૈયાણી, જયેશભાઇ ભટ્ટ દિપકભાઇ ચોટલીયા, યોગેશભાઇ ચૌધરી કો.ઓપ.મેમ્‍બરઃ- અરવીંદ ભાઇ પેઢડીયા, કેશુભાઇકમાણી , ધર્મેશભાઇ અજાણી સલાહકાર સમીતીઃ-જી.જે.જેબલીયા રમેશભાઇ રૈયાણી રવજીભાઇ રામોલીયાની વરણી કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ઇલેકટ્રોનીકસ ટ્રેડ એસોસીએશન ની સ્‍થાપના ૧૯૭૮માં થયેલ સંસ્‍થાને ૪૬ વર્ષ પૂર્ણ થયેલ.દર વર્ષે ડીજીટલ યુગને લગતા મેમ્‍બર  નાં વિદ્યાર્થીઓને ધો.૧ થી ૧૨ ના છાત્રોનું સન્‍માન, બ્‍લડ ડાનેશન કેમ્‍પ નું આયોજન કરવામાં આવે છે.

આ સંસ્‍થામાં જોડાવવા મેમ્‍બર માટે સંસ્‍થાના સંપર્ક પ્રમુખ રસિકભાઇ પોકળ-૯૮૨૪૫૦૯૮૯૭,મંત્રી શ્રી મનોજભાઇ પરમાર- ૯૯૦૪૨૨૪૭૪૨ નો સંપર્ક કરવો.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:20 PM IST)