તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
શાપર નજીક ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં આફ્રિકા કોલોનીના રાજેશભાઇ શેઠનું મોત
પંચાવન વર્ષિય એકાઉન્ટન્ટ નોકરીએ જતાં હતાં ત્યારે બનાવઃ ચાર બહેનના એકના એક ભાઇ હતાં: બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧૭: શાપર વેરાવળ નજીક ખોડિયાર હોટેલ પાસે ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક રાજકોટ રહેતાં એકાઉન્ટન્ટ પ્રોૈઢનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર નજીક આફ્રિકા કોલોનીમાં રહેતાં રાજેશભાઇ જયંતિલાલ શેઠ (ઉ.વ.૫૫) સવારે મોટરસાઇકલ હંકારીને શાપર નોકરીએ જતાં હતાં ત્યારે ખોડિયાર હોટેલ નજીક ટ્રકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ શાપર પોલીસને જાણ કરી હતી. રાજેશભાઇ ચાર બહેનના એકના એક નાના ભાઇ હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે. પોતે એકાઉન્ટનું કામ કરતાં હતાં અને શાપર ખાતે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં હતાં. સવારે નોકરીએ જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ શાપર પોલીસે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.
(4:03 PM IST)










