તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
રવિવારે ‘કર્મવીર' પુસ્તક વિમોચન-સન્માન
સંઘર્ષથી સફળતાના શિખરો સર કરનાર ર૧ કર્મવીરોનું સન્માન

રાજકોટઃ આગામી રવિવારે ‘કર્મવીર' પુસ્તક વિમોચન તથા સંઘર્ષથી સફળતાના શિખરો સર કરનાર ર૧ કર્મવીરોના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયેલ છે.
પિરામીડ પબ્લીકેશન ખાસ પુસ્તક લઇને આવ્યું છે. જેમાં આવા જ કેટલાય સફળ વ્યવસાયકારોની અનોખી વાતો સમાવિષ્ટ છે. આ પુસ્તકમાં તમે જાણી શકશો કે કેવી રીતે આ લોકોએ મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના લક્ષ્યો હાંસલ કર્યા. તેમના સંઘર્ષો, સફળતાઓ અને અનુભવો તમને પ્રેરીત કરશે અને તમારા અંદરના વ્યવસાયકારને જાગૃત કરશે.
આ પુસ્તક માત્ર વ્યવસાયકારો માટે જ નહીં, પરંતુ દરેક એવા વ્યકિત માટે ઉપયોગી છે જે પોતાના જીવનમાં કંઇક નવું કરવા માંગે છે. આ પુસ્તક તમને બતાવશે કે સફળતા માટે મહેનત, ધૈર્ય અને અડગ નિヘય કેટલા જરૂરી છે. પુસ્તક વિમોચન અને ર૧ કર્મવીરોનો સન્માન સમારોહ તા.૧૯ રવિવારે સાંજે ૬:૩૦ થી ૮:૩૦ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ઓડીટોરીયમ, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ પ્રસંગે નલીનભાઇ ઝવેરી, કૌશીકભાઇ મહેતા, રાજેશભાઇ દોશી, ડો.કમલ પરીખ, નરેન્દ્રભાઇ ઝીબા, જયેશભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અંગે વધુ માહીતી માટે વિપુલભાઇ પરમાર મો.૯૮૯૮૩ પ૬પ૭૩નો સંપર્ક કરવો.
આ કાર્યક્રમને સફળ બનાવવા યશવંત ગોસ્વામી, હેરી સોલંકી, સંજય ગાંગાણી, અભિજીત ભીંડે, નિખીલ ભાવસાર, રાજ જગતસિંહ, મિતેષ પિઠવા વગેરે જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:13 PM IST)










