<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

માલવીયાનગર વિસ્‍તારની ૧પ વર્ષની સગીરા ઘરેથી નિકળ્‍યા બાદ લાપતા

સગીરાના પિતાએ માલવીયાનગર પોલીસમાં જાણ કરતા અજાણ્‍યા શખ્‍સ સામે અપહરનો ગુનો

રાજકોટ, તા. ૧૭: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ માલવીયાનગર વિસ્‍તારમાં રહેતી ૧પ વર્ષની સગીરા પોતાના ઘરેથી નીકળ્‍યા બાદ પરતના આવતા માલીવીયાનગર પોલીસમાં ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ મુળ બીહાર હાલ માલવીયાનગર વિસ્‍તારમાં રહેતી ૧પ વર્ષની સગીરા ગત તા. ૯ ના રોજ પોતાના ઘરેથી નિકળયા બાદ પરત ન આવતા તેના માતા-પિતા સહિતના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા સગીરાના પિતાએ માલવીયાનગર પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. પી.વી. કોડીયા સહિતે તપાસ હાથ ધરી છે.

(3:10 PM IST)