<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

જીવરાજપાર્ક પાસે લેપટોપમાં આઇ.ડી. પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ફળદુ પકડાયો

પી.સી.બી.ના એ.એસ.આઇ.એમ.એમ. પાલરીયા, કોન્‍સ નગીનભાઇ ડાંગરની બાતમીઃ કાર અને લેપટોપ સહિત રૂા. ૨.૨૫ લાખનો મુદ્‌ામાલ કબ્‍જે

રાજકોટ તા. ૧૭: જીવરાજપાર્ક અંબીકા ટાઉનશીપ પાસે કારમાં બેસી લેપટોપમાં આઇ.ડી. બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્‍સને પીસીબીની ટીમે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જીવરાજપાર્ક પાસે એક શખ્‍સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની પીસીબીના એ.એસ.આઇ એમ.એમ. પાલરીયા, કોન્‍સ નગીનભાઇ ડાંગરને બાતમી મળતા જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ પાસે દરોડો પાડી કારમાં બેસી લેપટોપમાં આઇ.ડી.પર ક્રિકેટ મેચ પ સટ્ટો રમતા સ્‍મીત નીતિનભાઇ ફળદુ (ઉ.વ.૩૦) (રહે. ૧૦૧, સીલ્‍વર સ્‍ટોન, જીવરાજપાર્ક) ને પકડી લઇ મોબાઇલ, લેપટોપ તથા કાર મળી રૂા. ૨.૨૫ લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી એ.એસ.આઇ.એમ.એમ. પાલરીયા, કોન્‍સ નગીનભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

(4:03 PM IST)