તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
વીરદાદા જશરાજજીના શૌર્યદિન નિમિતે કાલે ભવ્ય બાઇક રેલી
રઘુવંશી યુવાઘનને ઉમટી પડવા હાકલ : આજે સાંજે મહિલા સમિતિ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ

તસ્વીરમાં અકિલા ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે લોહાણા સમાજના આગેવાનો સર્વશ્રી કૌશિકભાઇ માનસાતા, મયંકભાઇ પાંઉ, અશ્વિનભાઇ જોબનપુત્રા, ઉમેશભાઇ સેદાણી, જતીન દતાણી, ધવલ પાબારી, કાનાભાઇ સોનછાત્રા, મહેન્દ્રભાઇ જીવરાણી, કેજસ વિઠલાણી, જગદીશ ઘેલાણી, પિયુષ કુંડલીયા, કેવલ તન્ના, નિરવ ગણાત્રા, ત્વજ નાથવાણી, મેહુલ નથવાણી, કલ્પેશ તન્ના, યશ અજાબીયા, આનંદ જોબનપુત્રા અને રાજુભાઇ તન્ના નજરે પડેછે.(તસ્વીરઃઅશોક બગથરીયા)(૪૦.૧૦)
રાજકોટ : રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના કુલદેવતા વીરદાદા જશરાજજીના શૌ ર્યદિન નિમિતે તા.૨૨ ને બુધવારે સમસ્ત લોહાણા જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે શનિવારે રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
આ બાઇક રેલી જાગનાથ મંદિર ચોકથી બપોરે ૨ કલાકે પ્રસ્થાન કરશે. જે રાજકોટના વિવિધ રાજમાર્ગો પર ફરશે. આ રેલીમાં સમસ્ત લોહાણા જ્ઞાતિજનોને મહાપ્રસાદ લેવા અને જ્ઞાતિ ગંગાના દર્શન માટે આમંત્રણ અપાયું છે. બાઇક રેલી પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ બાઇક રેલીમાં યુવાધનને ઉમટી પડવા રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનોએ હાંકલ કરી છે. ટ્રસ્ટની યુવા ટીમ અઅને મહિલા સમિતિ બાઇક રેલીને સફળ બનાવવા માટે વડીલોના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી રહ્યા છે.જ્યારે આજ ેસાંજે મહિલા સમિતિ દ્વારા સાંજે ૬ થી ૮ કલાક ભજન સંધયાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગાયક ભદ્રેશભાઇ માણેક, રશ્મિબેન માણેક, પરેશભાઇ પંડયા, પૂજાબેન દવે, ભક્તોને ભજન સંધ્યાનું રસપાન કરાવશે. જ્યારે કિશનભાઇ મીરાણી, મનોજભાઇ લાખાણી, જતીનભાઇ જીવરાજાની સંગીતના સૂરો રેલાવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ રાખેલ છે.(૪૦.૧૦)
બાઇક રેલીનો જાગનાથ મંદિરેથી પ્રારંભ
બાઇક રેલી જાગનાથ મંદિર ચોકથી પ્રસ્થાન કરી અકિલા ચોક, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ કાર્યાલય, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરીહર ચોક, જ્યુબિલી ચોક, નાગરિક બેન્ક ચોક, પરાબજાર ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સાંગણવાડા ચોક, રાજેશ્રી સિનેમા, ભૂપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ, ભૂતખાના ચોક, બસ સ્ટેશન, ઢેબર રોડ, ત્રિકોણબાગથી જઇ જાગનાથ મંદિરે પરત ફરશે.
(3:05 PM IST)










