તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
ધૂમ સ્ટાઇલથી બાઇક-કારના સ્ટંટ કરી રેસ લગાડતાં ૨૪ ઝડપાયા
પડધરી નજીક રાજકોટ જામનગર હાઇવે પર રૂરલ એલસીબી, પડધરી પોલીસ, મેટોડા પોલીસની ટીમોએ વોચ રાખી દબોચ્યા ૧૦ બાઇક, બે કાર કબ્જેઃ ઝડપાયેલામાં રાજકોટ, તરણેતર, જામનગર, બાલંભા, કાનપર, ગોંડલના રહેવાસીઓઃ મોટા ભાગના રાજકોટ ઉર્ષમાં આવતાં હતાં: તમામને કાયદાનું ભાન કરાવાયું પીઆઇ એસ. એન. પરમાર, પીઆઇ એચ. એસ. શર્મા, પીઆઇ વી. વી. ઓડેદરા, પીએસઆઇ એચ. સી.ગોહિલ અને ટીમોની કામગીરી

રાજકોટ તા. ૧૬: પડધરી નજીક રાજકોટ જામનગર હાઇવે પર રાતે કાર અને બાઇકમાં સવાર શખ્સો ધૂમ સ્ટાઇલથી વાહનો હંકારી રેસ લગાવી જોખમી સ્ટંટ કરતાં હોવાની જાણ થતાં પડધરી પોલીસ, મેટોડા પોલીસ, એલસીબીની ટીમોએ વોચ રાખી રાજકોટ, તરણેતર, જામનગર, બાલંભા, કાનપર, ગોંડલના ૨૪ શખ્સોને દબોચી લઇ ૧૦ બાઇક અને બે કાર કબ્જે કરી તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું. ઝડપાયેલાઓમાં મોટા ભાગના રાતે રાજકોટ ખાતે ઉર્ષ હોઇ તેમાં આવી રહ્યા હતાં. બાકીના રસ્તામાં એકઠા થઇ ગયા હોઇ તે પણ આ રેસમાં જોડાઇ ગયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં રેસ પર કોઇ જૂગાર રમાઇ રહ્યો નહોતો. પરંતુ એક બીજાથી ચડીયાતા સાબિત થવા ચાલકોએ ધૂમ સ્ટાઇલ અપનાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પડધરી નજીક રાજકોટ જામનગર હાઇવે પર અમુક શખ્સો વાહનોની રેસ લગાવવાના છે તેવી માહિતી મળતાં પડધરી પોલીસ, મેટોડા પોલીસ અને રૂરલ એલસીબીના અધિકારીઓએ ટીમો બનાવી હાઇવે પર વોચ રાખી હતી. એ દરમિયાન દસ બાઇક અને બે કાર ધૂમ સ્ટાઇલથી નીકળતાં પોલીસે પણ ફિલ્મી ઢબે પીછો કરી તમામને આંતરી લઇ બીએનએસની કલમ ૨૮૧, એમવીએક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૮૯ મુજબ ગુનો નોંધી ૨૪ શખ્સોની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
પોલીસે જેને પકડયા તે ૨૪ શખ્સોમાં જીશાન હુશેનભાઇ ઇસાણી (રહે. જામનગર ધરારનગર શાળા નં. ૪૦ પાસે બેડેશ્વર), મહમદહુશેન અલ્તાફભાઇ બાઘડા (રહે. ખોડીયાર કોલોની ગ્રીન સીટી આવાસ જામનગર, બ્લોક નં. ૫ ત્રીજો માળ-૩૦૧), આઝાદ રજાકભાઇ સમા (રહે. ખોડીયાર કોલોની ધરારનગર વામ્બે આવાસ રાજકોટ), રામકુ ટીસાભાઇ કેરાળીયા (રહે. ભગવતીપરા-૧ કંચનબેનના મકાનમાં, મુળ તરણેતર), શાહબાઝ ઇબ્રાહીમભાઇ સેતા (રહે. શાષાીનગર રજાનગર હુસેની ચોક, જામનગર), મહમદહુશેન મજીદભાઇ ભુંગરાણી (રહે. નુર ફળી ખોજા ગેઇટ જામનગર), સંજય મેરૂભાઇ જોરા (રહે. કોઠારીયા રોડ ગુ.હા. બોર્ડ ક્વાર્ટર રાજકોટ), દર્શીત મહેન્દ્રભાઇ ચોટલીયા (રહે. કોઠારીયા બાલાજી પાર્ક-૧, મુળ બાલંભા જોડીયા), કૃણાલ મેઘજીભાઇ મારૂ (રહે. સડક પીપળીયા તા. ગોંડલ, મુળ કાનપર જસદણ),વાહીદ સલીમભાઇ શેખ (રહે. દૂધ સાગર રોડ ભગવતી સોસાયટી-૨ રાજકોટ), અજય પ્રવિણભાઇ ચુડાસમા (રહે. દુધસાગર રોડ ગંજીવાડા-૬, મુળ બારવણ રાજકોટ), હુશેન ઉર્ફ અહેમદ આરીફભાઇ તમીમી (રહે. મોટી બજાર દરબાર ચોક ખંઢેરીયા શેરી ગોંડલ), સાહીલ યુનુસભાઇ નોતીયાર (રહે. જુના ઉપલેટા રોડ ધોરાજી રસુલપરા), સમીર સરીફભાઇ ઠેબા (હે. ભગવતપરા ગોંડલ), અશનાદ હમીદભાઇ મીયાવા (રહે. રાજીવનગર-૧૨ બજરંગવાડી રાજકોટ), ફલક મહમદબીન મુરીમા (રહે. મોચીનગર-૧ રાજકોટ), ફહીમ ઇરફાનભાઇ મુહીમા (રહે. રવિ પાર્ક-૪ સાઇ પાન શેરી ગુલાબનગર જામનગર), શકીલ મહમદભાઇ વજુગરા (રહે. ભગવતપરા-૧૧ વડવાળી જગ્યા પાછળ ગોંડલ), ક્રિશ હરેશભાઇ સોલંકી (રહે. બજરંગવાડી-૯), સાહીલ અસલમભાઇ ધંધુકીયા (રહે. ભગવતી સોસાયટી, મધર ટેરેસા આશ્રમ પાસે રાજકોટ), મીજીદ રહીમભાઇ સાધ (રહે. દુધસાગર રોડ ભગવતી સોસાયટી-૪ રાજકોટ), વિરાજ સંજયભાઇ મકવાણા (રહે. ગુ.હા.બોર્ડ ત્રણ માળીયા પાણીના ટાકા પાસે રાજકોટ) તથા યશ લેખરાજભાઇ શર્મા (રહે. ગુ.હા. બોર્ડ ચુનારાવાડ ચોક)નો સમાવેશ થાય છે.
આ કામગીરી રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી હીમકરસિંહ તથા પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાની સુચના અંતર્ગત પીઆઇ પડધરી એસ. અને. પરમાર, પીઆઇ મેટોડા એચ. એસ. શર્મા, પીઆઇ રૂરલ એલસીબી વી. વી. ઓડેદરા અને પીએસઆઇ એલસીબી એચ. સી. ગોહિલ તથા ટીમોએ આ કામગીરી કરી હતી.
(4:37 PM IST)










