તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
મારામારીના ગુનામાં સામેલ નિલેશ ઉર્ફે ડોઢીયો પાસામાં ધકેલાયો
થોરાળા પોલીસે વોરંટની બજવણી કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો

રાજકોટ તા. ૧૬: શહેરના થોરાળા વિસ્તારમાં મારામારી તથા દારૂ સહિત છ ગુનામાં સામેલ શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ થોરાળા વિસ્તારમાં મારામારીના પાંચ અને વિદેશી દારૂ સહિત છ ગુનામાં સામેલ નિલેશ ઉર્ફે ડોઢીયો ભરતભાઇ પરમાર (ઉ.વ. ૩૭) (રહે. કુબલીયાપરા શેરી નં. ૫) ને પાસામાં ધકેલવા માટે પી.સી.બી. શાખાના ઇન્ચાર્જ પી.આઇ.એમ.આર ગોંડલીયા, પી.એસ.આઇ એમ.જે. હુણ, પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ અને હેડ કોન્સ ઇન્દ્રજીતસિંહ સીસોદીયા સહિતે દરર્ખાસ્ત કરતા પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાએ વોરંટ ઇશ્યુ કરતા થોરાળા પોલીસ મથકના પીઆઇ. એન. જી.વાઘેલા સહિતે નિલેશ ઉર્ફે ડોઢીયો ભરતભાઇ પરમાર (ઉ.વ. ૩૭) (રહે. કુબલીયા પરા શેરી નં. ૫) ને પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી તેને ભાવનગર જેલમાં ધકેલી દીધો હતો. આ કામગીરી પી.એસ.આઇ.એમ.એસ. મહેશ્વરી એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત, હેડ કોન્સ ભરતભાઇ ડાભી, કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા, કિરણભાઇ પરમાર સંજયભાઇ અલગોતર અને પ્રકાશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી છે.
(4:46 PM IST)










