તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
સામા કાંઠે ગોકુલનગરના પ્રભાબેન મકવાણાનું હૃદય બેસી જતાં મોત
પ્રજાપતિ સોસાયટીની પરિણીતાએ વધુ દવા પી લીધી

રાજકોટ તા. ૧૬: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગરમાં રહેતાં પ્રભાબેન વિનોદભાઇ મકવાણા (ઉ.વ.૫૩) નામના મહિલા સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.મૃત્યુ પામનાર પ્રભાબેનને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. પતિ છુટક મજૂરી કામ કરે છે. હાર્ટએટેક આવી ગયાનું તેમના સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
બીજા બનાવમાં મવડી ઓમનગર પાસે પ્રજાપતિ સોસાયટીમાં રહેતી સોનીયાબેન વિમલભાઇ ખેર (ઉ.વ.૨૬) નામની પરિણીતાએ સવારે બિમારીની વધુ પડતી ગોળી પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. તેણીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે.
(4:23 PM IST)










