<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

પુર્વ મ્‍યુનિ. કમિશનર મુકેશકુમાર ઉપરના હુમલા કેસમાં રર કોર્પોરેટરનો નિર્દોષ છુટકારો

 

મ્‍યુનિ.ની માલીકીના પ્‍લોટ ઉપર થયેલ દબાણના મામલે રજૂઆત કરવા ગયેલ ત્‍યારે કમિશનરની ચેમ્‍બર તોડી કોર્પોરેટરોએ હુમલો કરેલ હતો : ચીફ વીજીલન્‍સ ઓફીસર મહેશ્વરી દ્વારા ફરિયાદ થયેલ હતીઃ ત્રણ કોર્પોરેટરો અવસાન પામતા તેઓની સામેનો કેસ એલેટ કરાયો : ઉદય કાનગડ, કમલેશ મીરાણી, કશ્‍યપ શુકલ સહિતના તમામ રપ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી હતી

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટના પૂર્વ મ્‍યુનિ. કમિશનર શ્રી મુકેશકુમાર ઉપર હુમલો કરી તેની ચેમ્‍બરમાં ઘુસી જઇ તોડફોડ કરવાના કેસમાં પકડાયેલ રપ કોર્પોરેટરોનો કોર્ટે નિર્દોષ છૂટકારો ફરમાવેલ છે. જયારે ત્રણ કોર્પોરેટરો કેસ ચાલતાં દરમ્‍યાન મૃત્‍યુ પામતા તેઓની સામેનો કેસ એબેટ કરાયા હતો.

રાજકોટ શહે૨ અને સમગ્ર ગુજરાતમાં ચકચા૨ી બંનેલ રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનના કમિશ્નર મુકેશકુમાર ઉપર રાજકોટના ૨૪ કોર્પોરેટરો દવારા કમિશ્નરની ચેમ્‍બ૨માં સીકયુરીટી ગાર્ડ તેમજ પોલીસ કર્મચારીઓની રૂબરૂમાં કમીશ્નર ઉ૫૨ હુમલો ક૨ી કચે૨ીમાં તોડફોડ ક૨વાની ઘટનાની પોલીસ ફરીયાદ ચીફ વીજીલન્‍સ અધીકારી શ્રી રતન કાનજીભાઈ મહેશ્વરીએ નોંધાયેલ હતી.

ચીફ વીજીલન્‍સ ઓફીસર શ્રી રતન કાનજીભાઈ મહેશ્વરીએ એ.ડીવી. પોલીસ સ્‍ટેશનમા તેઓની ફરીયાદ નોંધાવેલ જેમા આરોપી તરીકે મેયર સહીતના પદાધીકારી સામે ફરીયાદ કરેલ અને પોલીસમાં કોર્પોરેટરો ઉદયભાઈ કાનગડ, કમલેશભાઈ મીરાણી, કશ્‍યપભાઈ શુકલ, ગંભીરસિંહ ૫રમાર, નરેન્‍દ્રભાઈ ડવ, નરેન્‍દ્રભાઈ સોલંકી, હરીભાઈ ડાંગર, લાલુભાઈ પારેખ, વલ્લભભાઈ દુધાત્રા, જયશ્રીબેન પરમાર, દેવરાજભાઈ મકવાણા, અતુલભાઈ પંડીત, નીતીનભાઈ ભારદવાજ, મનસુખભાઈ પટેલ, અમીતભાઈ ભોરણીયા, ભાવનાબેન વ્‍યાસ, જૈમનભાઈ ઉપાઘ્‍યાય, દમયંતીબેન રાઠોડ, જેરામભાઈ વાડોલીયા, જેસંગભાઈ દેશાભાઈ ડાંગર (જે.ડી. ડાંગર) અનીલભાઈ રાઠોડ, કીરીટસિંહ ડોડીયા, અનીલભાઈ મકવાણા સહીતના ૨૨ કોર્પોરેટરો તેમજ પદાધીકારીઓ સામે ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદી શ્રી મહેશ્વરીએ ફરીયાદમાં જણાવેલ કે મ્‍યુ.કમીશ્નરની ચેમ્‍બર બહારની લોખંડની ગ્રીલ બંધ કરેલ હોય તે આ તમામ કોર્પોરેટરોએ તોડી નાખેલ હતી અને ઓફીસના ફર્નીચર, ખુરશી, પાર્ટીશન, મ્‍યુ.કમીશ્નરના નામનું બોર્ડ તોડી સીધા મ્‍યુ. કમીશ્નર શ્રી મુકેશકુમારની ચેમ્‍બરમાં ઘુસી ગયેલ અને કમીશ્નર સાહેબ ઉ૫૨ હુમલો ક૨ેલ અને કમીશ્ન૨ના ચશ્‍મા ટેબલ ઉપરથી ધા કરેલ અને ખુરશી તથા લાઠી ઉગામી મા૨વાની કોશીષ કરેલ હતી જે સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ સ્‍ટાફને પણ નાની મોટી ઈજા થયેલ હતી.વધુમાં ફરીયાદીએ જણાવેલ હતુ કે, મ્‍યુ.કમીશ્નરશ્રીના લેપટોપ કોમ્‍પ્‍યુટરને પણ નુકશાન પહોંચાડવામાં આવેલ હતુ અને ટેબલ ખુરશી વિગેરેને નુકશાન કરવામાં આવેલ હતુ. આ સમયે પોલીસે તમામ કોર્પોરેટરોને બળ વા૫૨ીને બહાર કાઢેલ હતા અને આજુબાજુની ઓફીસમાં પણ આ કોર્પોરેટરોના ટોળાએ નુકશાન ક૨ેલ હતુ જેમા પબ્‍લીક પ્રોપર્ટીને કુલ સવા લાખનું નુકશાન થયેલ હતું.    ઼

હાલની ફરીયાદમાં આ બનાવ બનવાનું કારણ ફરીયાદીએ જણાવેલ હતુ કે, કોર્પોરેશનની માલીકીના પ્‍લોટમાંથી દબાણ દુર કરવા અંગે તમામ કોર્પોરેટરો કમિ‘રશ્રીને૨જુઆત કરવા જતા કમિશ્નરશ્રીએ પોતાની ઓફીસનો દરવાજો બંધ કરી આગળ લોખંડની જાળી ટેકવી દીધેલ હતી જેથી તમામ કોર્પોરેટરો નારાજ થઈ કોર્પોરેટરો અને કાર્યકરોએ કચે૨ીમાં તોડફોડ કરી તોફાન ક૨ેલ હતુ.

આ સમગ્ર બનાવ બાદ તમામ કોર્પોરેટરો વિરૂધ્‍ધ ચીફ વીજીલન્‍સ ઓફીસર શ્રી મહેશ્વરીએ ફરીયાદ કરતા તપાસ કરનાર પી.એસ.આઈ. એસ. સી. દવે સાહેબે તમામની ધરપકડ કરેલ હતી અને તપાસ હાજર ધરેલ હતી. જે તપાસના અંતે તમામ સામે આ બનાવનું ચાર્જશીટ રજુ કરેલ હતુ.ત્‍યારબાદ કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદી શ્રી મહેશ્વરી, પી.એસ.આઈ. બરોલીયા, ડે.કમીશ્નર શ્રી પી.પી.વ્‍યાસ, મ્‍યુ.કમીશ્નર શ્રી મુકેશ કુમાર, તપાસ કરનાર સીનીયર પી.એસ.આઈ. શ્રી એસ.સી.દવે સહીતના કુલ ૧૭ જેટલા સાહેદોને કોર્ટ રૂબરૂ તપાસેલ હતા. ત્‍યારબાદ તમામ આરોપીઓનો વિશેષ જવાબ લેવામાં આવેલ હતો અને અંતમાં બંને પક્ષો દ્વારા વિગતવાર દલીલો કરવામાં આવેલ હતી.સદર કામે ચાલુ કેસ દ૨મ્‍યાન ત્રણ કોર્પો૨ેટ૨શ્રીઓ (૧) લાભુભાઈ પારેખ (૨) મનસુખભાઈ પટેલ (૩) અમીતભાઈ ભોરણીયા અવસાન પામતા તેઓની સામેનો કેસ એબેટ કરવામાં આવેલ હતો.આ કેસમાં કોર્પોરેટર ઉદયભાઇ કાનગડ વતી સીનીયર ધારાશાષાી અનિલભાઇ દેસાઇ રોકાયા હતાં. જયારે અન્‍ય કોર્પોરેટરો વતી એડવોકેટ અભય ભારદ્વાજ એન્‍ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્‍દ્ર કાનાબાર, રાકેશ મીરૂ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ અને ચેતન પુરોહિત રોકાયા હતાં.(

(4:20 PM IST)