<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

રૂડાની બુધવારે બોર્ડ મીટીંગઃ બીજા રીંગ રોડને ફોર ટ્રેક બનાવવાના કોન્‍ટ્રાકટને લીલીઝંડી અપાશે

 

રાજકોટ, તા., ૧૬: રૂડામાં રિંગ રોડ-૨ ફોર ટ્રેકના કોન્‍ટ્રાક્‍ટ સહીતની દરખાસ્‍તો રૂડાની આગામી તા.૨૩ને બુધવારે બોર્ડ મિટિંગમાં રજુ થનાર છે. જેમાં રિંગ રોડ-૨ ફોર ટ્રેક બનાવવાનો કોન્‍ટ્રાકટ મંજુર કરવાની સહિતની દરખાસ્‍તો અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાની શકયતા છે.

 રિંગ રોડ-૨ મહાપાલિકા અને રૂડા તેમ બન્નેની હદમાંથી પસાર થતો હોય આ પ્રોજેક્‍ટ માટે બન્નેએ પોતાના હદ વિસ્‍તારના રસ્‍તા માટે સમાંતર રીતે ટેન્‍ડર પ્રક્રિયા કરી હતી, દરમિયાન રૂડા કચેરીમાં ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ કરી દરખાસ્‍ત તૈયાર થઇ ગઇ છે, જ્‍યારે મહાપાલિકામાં ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થઇ છે પરંતુ દરખાસ્‍ત હજુ પેન્‍ડીંગ છે.

વિશેષમાં રૂડાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટી હેઠળના વિસ્‍તારમાં ફર્સ્‍ટ ફેઝમાં ૮.૨ કિલોમીટરનો રસ્‍તો આવે છે તે માટેની ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે અને લોએસ્‍ટ વન ભાવ ઓફર કરનાર એજન્‍સીને કામ આપવા દરખાસ્‍ત કરાઇ છે જે અંગે આગામી તા.૨૨ને બુધવારે મળનારી બોર્ડ મિટિંગમાં નિર્ણય થશે.

જ્‍યારે બીજી તરફ મહાપાલિકામાં રિંગ રોડ-૨ ફોર ટ્રેક બનાવવાની ટેન્‍ડર પ્રક્રિયા એક મહિનાથી ટલ્લે ચડી છે. જે આગામી સમયમાં ઝડપથી પુર્ણ કરવા તંત્ર કમર કસી રહયું છે.

(4:09 PM IST)