News of Thursday, 16th January 2025
ઇન્દિરા સર્કલ પાસે કાર બેકાબૂ બની દિવાલમાં અથડાઇઃ વ્હીલ નીકળી દૂર ફેંકાઇ ગયું, ટાયર-ટયુબ ફાટી ગયા

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી રોડ ઇન્દિરા સર્કલ નજીક રાત્રીના એક કાર બેકાબૂ બની જતાં દિવાલમાં અથડાતાં દિવાલ તૂટી ગઇ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનું એક વ્હીલ નીકળીને દૂર જતું રહ્યું હતુ. ટાયર-ટયુબ પણ ફાટી ગયા હતાં. કદાચ ટાયર ફાટવાથી અકસ્માત સર્જાયાની ચર્ચા થતી હતી. જો કે આ બનાવ અંગે પોલીસમાં કોઇ નોંધ નથી.
(4:03 PM IST)










