તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
ટ્રાવેલ્સ સંચાલક ભાઇઓ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવા પોલીસ કમિશનરને રજુઆત
ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ હરીફ ધંધાર્થી ભાઇઓની સંગઠીત ગેંગ દ્વારા ધંધામાં ધાક જમાવવા આચરાયેલા ગુન્હાઓના લીસ્ટ સાથે કરી માંગણી

રાજકોટ, તા., ૧૬: ગોંડલ રોડ પર શિવનગર શેરી નં. ર માં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા વિજયસિંહ ભરતસિંહ જાડેજાએ માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક મેહુલસિંહ જાડેજા અને રાહુલસિંહ જાડેજા અને તેની સંગઠીત ગેંગ દ્વારા અવારનવાર ધંધામાં ધાક જમાવવા માટે આચરાતા ગુન્હાઓને ધ્યાને લઇ ગુજસીટોક હેઠળ પગલા લેવા પોલીસ કમિશ્નર શ્રીને રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવાયું છેકે, અમો ફરીયાદી રાજકોટ ટ્રાવેલ એશોશીયેશનમાં પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવીએ છીએ અને સામાજીક જીવન જીવીએ છીએ. રાજકોટ મુકામે ગોંડલ રોડ ચોકડી ખાતે પિતળકળપા ટ્રાવેલ્સના નામે વ્યવસાય કરીએ છીએ. આરોપીઓ માથાભારે, ઝનુની અને ગળન્હાહીત ઙ્કકળત્તી તેમજ સંગઠીત ગુન્હા આચરતા વ્યક્તિઓ છે. તેમજ આરોપી નં.૧ તથા ૨ ના માતળકળપા ટ્રાવેલ્સ નામે વ્યવસાય કરે છે. આરોપીઓ દ્વારા કાયદાને નેવે મુકીને, પોતાની ટ્રાવેલ્સનો ધંધો ધમધોકાર ચાલે તે માટે કાયદેસર રીતે સંગઠીત રીતે ગુંડાગીરી આચરીને, અન્ય ટ્રાવેલ્સ ધારકોને હેરાન પરેશાન કરી મુકેલ છે.
અમારી જાણ મુજબ આરોપીઓ તથા તેની સંગઠીત ગેન્ગ દ્વારા નીચે દર્શાવેલા ગુન્હા છેલ્લા થોડા વર્ષોમાં આચરવામાં આવ્યા છે.
૧. અમો ફરીયાદીની ઓફીસમાં આ માતળકળપાના ૭ થી ૮ ગુંડાઓએ આવીને ગંભીર ગુન્હો આચરેલ તે સબંધેની કરીયાદ અમો ફરીયાદીએ પોતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં કરેલ હતી.
૨. અમો ફરીયાદી મમતા ટ્રાવેલ્સનું બુકીંગ કરતા હતા, તે મમતા ટ્રાવેલ્સની બસના કાચ ફોડીને, ડ્રાઈવરને માર મારવા સબંધેની ફરીયાદ પણ શાપર પોલીસ સ્ટેશનમાં માતળકળપા ટ્રાવેલ્સના માણસો વિરૂદ્ધ નોંધાયેલ છે.
૩. તે જ રીતે વચ્છરાજ ટ્રાવેલ્સની બસમાં નુકશાન પહોંચાડયાની ફરીયાદ પણ, માતળકળપા ટ્રાવેલ્સના માણસો વિરૂદ્ધ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન અથવા તો લોધીકા પોલીસ સ્ટેશને નોંધાયેલ છે.
(૪) આ ઉપરાંત માતળકળપા ટ્રાવેલ્સના માણસો રઘુવીરસિંહ તેમજ બન્ટી વિરૂદ્ધ હરેશ અગ્રાવત દ્વારા પણ મારામારી તેમજ ઘમકી સબંધેની ફરીયાદ આજડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે.
(પ)અમો ફરીયાદીની પિતળકળપા ટ્રાવેલ્સની બસ રોકીને, માતળકળપાના જુનાગઢના માથાભારે કર્મચારીઓએ તેમાં નુકશાન પહોંચાડયા સબંધેની ફરીયાદ પણ જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે.
(૬) અમને આપેલ ગુન્હાહિત ધમકી બદલ માતળકળપા ટ્રાવેલ્સવાળા મેહુલસિંહ સામે ફરીયાદ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે.
(૭)અમો ફરીયાદીની પિતળકળપા ટ્રાવેલ્સની બસ ચોરીને, બસને સળગાવી દેવાના ગુન્હાની અમોએ નોંધાવેલ ફરીયાદમાં માતળકળપાના સંચાલક મેહુલસિંહ તેમજ રાહુલસિંહના નામો આપેલ હોવાછતાં, તેના વિરૂદ્ધ કોઇ પગલા લેવાયેલ નથી કે કોઈ આરોપી પકડાયેલ નથી. આ ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.
(૮) પ્રાગજી પટેલ નામની વ્યક્તિએ આ માતળકળપા ટ્રાવેલ્સના માણસ રવિરાજસિંહ સરવૈયા સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.
(૯)તાજેતરમાં, અમો ફરિયાદીને જાનથી મારી નાંખવાની સોપારી આપવા સબંધેની ફરીયાદ, અમો ફરીયાદીએ પોતે, માતળકળપાના સંચાલક ના નામજોગ ફરીયાદ રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશને નોંધાવેલ હોવાછતાં, પોલીસ દ્વારા તે સબંધે તટસ્થ તપાસ કરવામાં આવેલ નથી.
આ બાબતને પોલીસ ગંભીરતાથી લેતી નથી. આવતા દિવસોમાં મારી હત્યા થશે તો જવાબદાર કોણ રહેશે? તેવો પ્રશ્ન ઉઠાવી ન્યાયની માંગણી વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. (૪.૨૮)
(3:40 PM IST)










