<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

વોર્ડ નં.૧પ માં નવા થોરાળા શાળાનં. ર૯ ખાતે રવિવારે ઇ-કેવાયસી કેમ્‍પઃ લાભ લેવા અનુરોધ

રાજકોટ શહેર કોંગ્રેસ હેલ્‍થ એન્‍ડ હોસ્‍પિટલ કમિટી દ્વારા

રાજકોટઃ શહેરમાં વોર્ડનં.૧પ માં આવેલ નવા થોરાળા, શાળાનં.ર૯ ખાતે રેશનકાર્ડ ઇ-કેવાયસી કેમ્‍પ આગામી તા.૧૯ રવિવારના સવારે ૧૦ થી બપોરે ર સુધી યોજવામાં આવશે. મોટી સંખ્‍યામાં લોકોને આ કેમ્‍પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ કેમ્‍પને સફળ બનાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ હેલ્‍થ એન્‍ડ હોસ્‍પિટલ ચેરમેન ગીરીશ વાણીયા, રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી અરવિંદભાઇ મુછડીયા, વિજય જાદવ, વિરાટ પરમાર, ધર્મેશભાઇ ગોહેલ, અભિ મુછડીયા, મંથન વાણીયા, મહેશભાઇ જાદવ (લાલાભાઇ) સહિતના જહેમત ઉઠાવી રહયાં છે.

આ કેમ્‍પ અંગે વધુ માહિતી માટે ગીરીશ વાણીયા મો.૯૮ર૪ર ૧૬પ૦૭, અરવિંદભાઇ મુછડીયા મો.૯૩૭પ૪ પ૦૧પ૧, વિરાટ પરમાર મો.૮પ૧૧૧ ૩પપ૯પ, વિજયભાઇ જાદવ મો.૮૮૪૯૪ ૬૭પરપનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:15 PM IST)