<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

મકરસક્રાંતિના દિવસે અગાસી પરથી ઉતરવાનું કહેવા જતાં રણજીતભાઈ પર કુહાડીથી હૂમલોઃ કારમાં તોડફોડ

આણંદપર ગણેશનગરમાં બનાવઃ રણજીતભાઈ ખાચરની કુવાડવા પોલીસમાં કૌટુંબીકભાઈ રવી ખાચર તેનોભાઈ રાજુ ખાચર અને માસીયાઈ ભાઈ જયરાજ ખાચર વિરૂધ્‍ધ ફરિયાદ

રાજકોટ, તા.૧૬: નવાગામ આણંદપર ગણેશનગરમાં મકરસંક્રાતિના દિવસે યુવાને પોતાની અગાશી પર અજાણ્‍યા શખ્‍સને નીચે ઉતરવાનું કહેવા જતા પોતાના કાકાના બે દિકરા અને માસીયાઈ ભાઈ સહિત પ્રણ શખ્‍સોએ ઝઘડો કરી કુહાડીથી હૂમલો કર્યા બાદ ઘર બહાર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરતા ફરિયાદ થઈ છે.

મળતી વિગત મુજબ નવાગામ આણંદપરમાં આવેલ ગણેશનગરમાં રહેતા રણજીતભાઈ સામતભાઈ ખાચર (ઉ.વ.૪૦) એ કુવાડવા રોડ પોલીસમાં ગણેશનગર શેરી નં.૧માં રહેતા કાકાના દિકરા રવી જોરૂભાઈ ખાચર તેનો ભાઈ રાજુ જોરૂભાઈ ખાચર અને તેનો માસીયાઈ ભાઈ જયરાજ ખાચર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે પાનનો ગલલો અને ચાની હોટલ ચલાવે છે. ગત તા.૧૪ના મકરસંક્રાતિના દિવસે પોતે પોતાના મિત્ર અશોકભાઈ ગેલડીયાના ઘરે અગાશી પર ગયા હતા અને લોકો પતંગ ચગાવતા હતા અને પોતે ત્‍યાં ઉભા હતા. દરમ્‍યાન પોતાના ઘરની બાજુમાં રહેતા કાકા જોરૂભાઈ પોલાભાઈ ખાચરની અગાશી પર તેના બે પુત્ર રવી અને રાજુ અને તેનો માસીયાઈ ભાઈ જયરાજ ખાચર પણ પતંગ ચગાવતા હતા. દરમ્‍યાન પોતાની અગાશી પર કોઈ અજાણ્‍યો શખ્‍સ ગયો હોઈ, તેને પોતે જોઈ જતા તેને પોતે પોતાની અગાશી પરથી જતા રહેવાનું કહેતા રવી એ કહેલ કે ‘કોઈ તમારી અગાશી પરથી ઉતશે નહી' કહેતા પોતે કહેલ કે ‘મારા ઘરે લેડીઝ છે, તમે અગાશીએ શું કામ જાવ છો?' તેમ કહેતા આ લોકો પોતાને કહેલ કે નીચે આવ તને જોઈ લેવો છે અને પોતાને રવી તથા તેનો ભાઈ રાજુ બંને ગાળો દેવા લાગ્‍યા હતા. બાદ ત્રણેય અગાશી પરથી નીચે ઉતરીને પોતાની જીજે૧કેઝેડ૩પ૬૧ નંબરની બલેનો કારના આગળના કાચ ઉપર રવી એ લાકડાનો ધોકો મારી કાચ ફોડી નાખ્‍યો હતો. અને ત્રણેય કારની ડ્રાઈવર સાઈડનો અને પાછળનો કાચ તોડી નાખ્‍યો હતો. બાદ પોતે તથા મિત્ર અશોક ભાઈ અને કૌટુંબીક કાકા જોરૂભાઈ પોતાની કાર પાસે જતા રાજુના હાથમાં કુહાડો હોઈ તે પોતાને મારવા જતા પોતે હાથ આડો રાખતા. જમણા હાથના અંગુઠામાં અને આંગળીમાં ઈજા કરી પોતાને ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા પોતાને વધુ મારથી છોડાવ્‍યા બાદ પોતાને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ અમે પોતે કુવાડવા રોડ પોલીસમાં ત્રણેય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ. કે.એચ.પાટલીયાએ તપાસ હાથધરી છે.

(2:33 PM IST)