<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

નવનાત વણિક સમાજ દ્વારા રવિવારે મેડીકલ કેમ્‍પ : ૪૨ જાતના રિપોર્ટ કરી અપાશે

 

રાજકોટ : નવનાત વણિક સમાજ રાજકોટ દ્વારા સર્વજ્ઞાતિજનો માટે તા.૧૯ના રવિવારે એક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શરીરના ૪૨ જાતના રિપોર્ટ કે જેની કિંમત રૂ.૮ હજાર થાય છે તે ૪૦૦ રૂ.માં કરવામાં આવશે.

જેમાં ફૂલ બોડી ચેકઅપ, બોડી વેઇટ કોમ્‍પોઝીશન ટેસ્‍ટ, ડેન્‍ટલ ચેકઅપ કરાશે.

આયોજનમાં જયેશભાઇ ધ્રુવ, પ્રશાંતભાઇ શાહ, યોગેશભાઇ બાવીસી, વિરેનભાઇ મહેતા, જીજ્ઞેશભાઇ વાગડીયા, અમિતભાઇ ઘેલાણી, નરેન્‍દ્રભાઇ (કોઇન) વાળા, તથા મહિલા હોદેદારો સ્‍વીટીબેન મહેતા, નમ્રતાબેન શાહ, બીનાબેન શેઠ, રમીલાબેન શાહ, દિપાલીબેન વોરા, જોડાયા છે.

સ્‍થળ : શ્રી દશા સોરઠીયા વાડી, માલવિયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ તા.૧૯ રવિવાર સવારે ૯ થી ૪ સુધી નામ નોંધણી માટે (મો.૯૪૨૭૬ ૭૪૮૪૮ / ૯૮૨૫૫ ૨૦૯૫૫)

(4:36 PM IST)