તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 15th January 2025
બી-ટેક્સનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે : અજયભાઇ પટેલ
ખરજવું, દાદ, ખીલ ના દુશ્મન ‘બી-ટેક્સ' નો ઉદ્દેશ્ય જરૂ્રિયાતમંદ લોકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવાનો છે

રાજકોટ, તા.૨૭: વર્ષો પહેલા જ્યારે ખરજવું, દાદ જેવા રોગ થતા ત્યારે વનસ્પતિ દ્વારા તેનો ઇલાજ કરાતો. સમય જતાં તેમા સંશોધનો થતા ગયા. આજે દેશમાં ખાસકરીને ગુજરાતમાં કોઇ વ્યક્તિને ખરજવું કે દાદર થાય તો તુરતજ ‘બી-ટેક્સ' ને યાદ કરશે અને તેનો ઉપયોગ કરી રોગ મટાડશે. ૅનેવર સે ઇમ્પોસીબલૅ ના ઉદ્દેશ સાથે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરતી બી-ટેક્સએ હંમેશા ગુણવત્તાના ધોરણને અપગ્રેડ સાથે જાળવી રાખ્યું છે. બી-ટેક્સ લોસન અને મલમ બનાવતી કંપનીએ ભારતમાં ત્વચા સંબંધી OTC ફાર્મા સેગમેન્ટમાં "B-Tex Ointment & Lotion" ને નંબર વન બ્રાન્ડ બનાવી લોકોમાં તેના પ્રત્યેનો અતૂટ વિશ્વાસ જાળવી રાખ્યો છે. બી-ટેક્સ ના માલિક શ્રી અજયભાઇ પટેલ ગુરૂવારે અકિલાના મહેમાન બન્યા હતા.
બી-ટેક્સની શરૂઆત કઇ રીતે થઇ? અજયભાઇ પટેલે જણાવ્યું કે, મારા દાદા રણછોડભાઇ વિઠ્ઠલભાઇ પટેલે (આર.વી.પી) ૧૯૪૨ માં એટલે કે ૮૨ વર્ષ પહેલા મુંબઇથી બી-ટેક્સ ની શરૂઆત કરી. એ જમાનામાં લોકો સાઉથ આફ્રિકા બહુ જતા. મારા દાદાને પણ જવું હતુ જોકે તે શકય ન બનતા તેઓ ઘરેથી નીકળી ગયા. વર્ષો પહેલા મુંબઇથી કરાંચી ગયા પછી કોલકત્તા ગયા અને ફરી મુંબઇ આવ્યા એ દરમિયાન તેમને ચામડીના રોગો જેવાકે ખરજવું, દાદર વગેરેની દવા મળી. તેમણે બી-ટેક્સ નામે તેની શરૂઆત કરી. આજે દેશ-દુનિયામાં બી-ટેક્સનું નામ ગુંજે છે. ઉલ્લેખનીય છે કે, ‘બી-ટેક્સ' એક ફ્રેન્ચ શબ્દ છે.
અજયભાઇ કહે છે, આગળ જતા મારા પિતા જયંતીભાઇ રણછોડભાઇ પટેલ પણ જોડાયા. અગાઉ લગભગ ૨૩ વર્ષથી મુંબઈમાં રહીને અમે અમારા કોર્પોરેટ હેડક્વાર્ટર અને પ્લાન્ટને નવસારી ખાતે ગુજરાતમાં ખસેડ્યા. ગુજરાતમાં નવસારી પરિવહન માટે સૌથી અનુકૂળ સ્થળ હોય જેથી બીટેક્સના ગ્રાહક આધારને સેવા આપવા માટે રેલ અને રોડ સાથે સારી રીતે જોડવા અમે બીટેક્સને નવસારી લાવ્યા. અજયભાઇ પટેલ પણ દાદા અને પિતાએ શરૂ કરેલ પેઢીની વ્યવસાયિક પરંપરાને જાળવવા ૧૯૯૧ માં બી-ટેક્સમાં જોડાયા.
બી-ટેક્સ એ ભારતમાં ત્વચા સંબંધી ઓટીસી ફાર્મા ઉત્પાદનોની સૌથી મોટી અને અગ્રણી ઉત્પાદક છે. આજે તેઓ આ સેગમેન્ટમાં ભારતમાં બ્રાન્ડ લીડર તરીકે સારી -તિષ્ઠા મેળવી રહ્યા છે. અજયભાઇ કહે છે, વર્ષો પહેલા હાથથીજ બામ બનાવતા જ્યારે આજે અમારી પાસે અદ્યતન ઓટોમેટિક મશીનરીથી સજ્જ અમારો પોતાનો અતિ આધુનિક પ્લાન્ટ છે. અમારી ફેક્ટરી ૧૦૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારને આવરી લે છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સ્પેસિફિકેશન મુજબ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. બી-ટેક્સને તેમના સંબંધિત ક્ષેત્રમાં વ્યાપક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનુભવ અને એક્સપોઝર સાથે ઓટીસી ફાર્મા ત્વચારોગ વિજ્ઞાનના ઉત્પાદનના ક્ષેત્રમાં સારી રીતે પ્રશિક્ષિત વ્યાવસાયિકો દ્વારા -મોટ કરવામાં આવે છે.
બી-ટેક્સનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. ખરજવું, દાદ, ખંજવાળ, કોલ્ડ ક્રેક, ખીલ, ચામડીના ચીરા વગેરે માટે બી-ટેક્સ સર્વશ્રેષ્ઠ સાબીત થયું છે. જ્યારે બી-ટેક્સનું લોશન પણ ઉપલબ્ધ છે. અજયભાઇ કહે છે, અમારી નવી પ્રોડક્ટ પગના ચીરા માટે સોફ્ટ હિલ જ્યારે સાંધાના દુખાવા માટે બીમપા સ્પીન બજારમાં ઉપલબ્ધ છે જેને લોકોએ આવકારી છે. નજીકના સમયમાં બી-ટેક્સ ટાઇપ-૨ ડાયાબીટીસ માટે આર્યુર્વેદિક ગોળી પણ લઇને આવવાના છે. ભારતના તમામ રાજ્યો ઉપરાંત બી-ટેક્સ દુબઇ, સાઉથ આફ્રિકા, અમેરિકા જેવા દેશમાં પણ ભારતીય સ્ટોરમાં ઉપલબ્ધ બન્યું છે.
સામાન્ય રીતે ઉનાળામાં પરસેવો થાય ત્યારે અને ચોમાસામાં ભેજને લીધે ચામડીના રોગો થતા હોય છે. અજયભાઇ કહે છે, મારા પિતા જયંતીભાઇ કાયમ કહેતા કે આપણે જે -ોડક્ટ બનાવી છીએ તે જે માણસ વાપરે છે તેનું કાયમ ધ્યાન રાખજો. ખાસ કરીને મજુર વર્ગનું ધ્યાન રાખજો. કારણ શરૂઆતથી જ આ સંસ્થાનો ઉદ્દેશ્ય જરૂર હોય તેવા લોકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવાનો છે. અમારી ઓળખ કાયમ ગુણવત્તા અને પૈસાનું વળતરૅ રહી છે. અમે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામો દર્શાવ્યા છે. અમારું સૂત્ર છે ૅતમારી ત્વચાનો રોગ એ અમારી ચિંતા.
અજયભાઇ પટેલના પુત્ર અભિષેક પણ ગ્રેજ્યુએટ થઇ ગયા છે. જોકે હજુ તેઓ વ્યવસાયમાં જોડાયા નથી. નિરાંતની પળોમાં અજયભાઇ બેડમીન્ટન અચૂક રમે છે. તેઓને બેડમીન્ટનનો જબરો શોખ છે. તેના માટે તેમણે ખાસ બેડમીન્ટન કોટ પણ બનાવ્યું છે. તેઓ સેવાકિય કાર્યો પણ કરે છે. અજયભાઇ કહે છે, ‘બી-ટેક્સ મલમ અને લોશન' ને નંબર વન બ્રાન્ડ બનાવવા તરફ ધ્યાનપૂર્વક કામ કરી રહ્યા છીએ. નાના માણસોના આરોગ્ય માટેની દવાનું પણ સંશોધન ચાલું છે. અમારી પાસે નવી પ્રોડક્ટ લોન્ચિંગ યોજના છે જે નજીકના ભવિષ્યમાં અમલમાં આવશે.
બી-ટેક્સ લોસન અને મલમ બનાવતી કંપનીએ ભારતમાં ત્વચા સંબંધી OTC ફાર્મા સેગમેન્ટમાં "B-Tex Ointment & Lotion" ને નંબર વન બ્રાન્ડ બનાવી લોકોમાં તેના પ્રત્યેનો અતૂટ વિશ્વાસ જાળવી રાખ્યો છે : રણછોડભાઇ વિઠ્ઠલભાઇ પટેલે (આર.વી.પી) ૧૯૪૨ માં એટલે કે ૮૨ વર્ષ પહેલા મુંબઇથી બી-ટેક્સ ની શરૂઆત કરી : લગભગ ૨૩ વર્ષથી મુંબઈમાં રહીને અમે અમારા કોર્પોરેટ હેડક્વાર્ટર અને પ્લાન્ટને નવસારી ખાતે ગુજરાતમાં ખસેડ્યા : વર્ષો પહેલા હાથથી જ બામ બનાવતા જ્યારે આજે બી-ટેક્સ પાસે અદ્યતન ઓટોમેટિક મશીનરીથી સજ્જ અતિ આધુનિક પ્લાન્ટ છે : નવી પ્રોડક્ટ પગના ચીરા માટે ‘સોફ્ટ હિલ' જ્યારે સાંધાના દુખાવા માટે બીમપા સ્પીનૅ બજારમાં ઉપલબ્ધ : નજીકના સમયમાં બી-ટેક્સ ટાઇપ-૨ ડાયાબીટીસ માટે આર્યુર્વેદિક ગોળી પણ લઇને આવવાના છે.
(3:45 PM IST)










