<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

મનપા તંત્ર આક્રમકઃ કેનાલ રોડ સહિત ૧ર મિલ્‍કતને તાળા

બપોર સુધીમાં ૩૯.૮૯ લાખની વસુલાતઃ વેરાની કુલ ૩૩૭.૬૦ કરોડની આવક

રાજકોટ, તા. ૧પઃ મ્‍યુનિ. કોર્પોરેશનની આવકનોસ્ત્રોત એવી વેરા શાખા  દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ નો બાકી મિલ્‍કત વેરો વસુલાતની કાર્યવાહી દરમ્‍યાન શહેરના વિવિધ વિસ્‍તારમાં ૧ર મિલ્‍કત સીલ કરવામાં આવી હતી. બપોર સુધીમાં ૩૯.૮૯ લાખની વસુલાત થવા પામી છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  મહાનગરપાલિકાનાં કમિશનર ની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવીઃ

૮૦ ફૂટ રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૮૦,૦૦૦/-,     દૂધ સાગર રો પર આવેલ ૧-યુનિટ ની નોટીસ સામે રીકવરી રૂ.૨૯.૩૬ લાખ,     સરદારનગર મેઇન રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૮.૨૫ લાખ, કેનાલ રોડ પર આવેલ ‘નાથજી કોમ્‍પ્‍લેક્ષ' ફર્સ્‍ટ ફ્‌લોર ઓફીસ નં-૧૧૦ ,, કેનાલ રોડ પર આવેલ ‘નાથજી કોમ્‍પ્‍લેક્ષ' ફર્સ્‍ટ ફ્‌લોર ઓફીસ નં-૧૦૯ ,      ઓફીસ નં-૧૦૮ , ઓફીસ નં-૧૦૬ ,      કેનાલ રોડ પર આવેલ ૧-યુનિટ, આશાપુરા મેઇન રોડ પર આવેલ ‘કુંજવન', સોનીબજાર માં આવેલ ‘રાધા ક્રુષ્‍ણ ચેમ્‍બરર્સ' ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૨ ,   યાજ્ઞિક રોડ પર આવેલ ૨-યુનિટ , ગોંડલ રોડ પર આવેલ ‘પ્રમુખ સ્‍વામી આર્કેટ' ગ્રાઉન્‍ડ ફ્‌લોર શોપ નં-૨૨ , યાજ્ઞિક રોડ પર આવેલ બિઝનેશ ટર્મિનલ થર્ડ ફ્‌લોર શોપ નં-૩૧૧ ,   યાજ્ઞિક રોડ પર આવેલ બિઝનેશ ટર્મિનલ થર્ડ ફ્‌લોર શોપ નં-૩૦૯ , સહિત ૧ર મિલ્‍?કત સીલ કરી હતી.

કાલાવાડ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૭૯,૮૭૫/- ,  ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૦૦ લાખ., બાલાજી પાર્કમાં આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૮૦,૧૯૪/-, લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨૫,૦૦૦/-,   ભક્‍તિનગર સર્કલ પાસે આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨.૫૦ લાખ,   ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧૩,૫૦૦/-,   કેવડાવાડી રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧.૩૬ લાખ થવા પામી હતી.

બપોર સુધીમાં રૂા. ૩૯.૮૯ લાખની વસુલાત થવા પામી છે, એપ્રિલ આજ દિન સુધીની રૂા. ૩૩૭.૬૦ કરોડની આવક થયા પામી છે.

આ કામગીરી નાયબ કમિશ્‍નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્‍નર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્‍યા ,ભાવેશ પુરોહિત,વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્‍ગુની કલ્‍યાણી ,ઇસ્‍ટ ઝોન મેનેજરે નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:31 PM IST)