તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
રાજકોટમાં સંક્રાંતિએ પતંગોની સાથે ધોકા-પાઇપ-છરી પણ ઉડયાઃ મારામારીની ડઝન ઘટનાઓ : લુખ્ખાઓએ લખણ ઝળકાવ્યાઃ લૂંટની ઘટના પણ બની

રાજકોટ તા. ૧૫: શહેરમાં ગઇકાલે મકર સંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી થઇ હતી. રાજકોટવાસીઓએ પતંગો ઉડાવવાની સાથે સાથે ધાબા પર રાસગરબા રમી સાંજે ફટાડકા પણ ફોડયા હતાં. પોલીસે તહેવારને અંતર્ગત ઠેકઠેકાણે બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ વચ્ચે પણ મારામારી, લૂંટ, ચોરી, લુખ્ખાગીરી, જાહેરમાં બખેડાની ડઝનેક ઘટનાઓ બની હતી. કોઇએ વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણી ભરવા મામલે બખેડો કર્યો હતો. તો ક્યાંક પૈસાની લેતી દેતી મામલે મારામારી થઇ હતી. કોઇએ મોબાઇલથી શુટીંગ કરવા મામલે, તો કોઇએ બગીચામાં મોબાઇલથી ફોટા પાડવા મામલે ડખ્ખો કર્યો હતો. ક્યાંક વળી લુખ્ખાઓએ છાત્ર પાસે પાન-ફાકીના પૈસા માંગી મારામારી કરી હતી. તો એક સ્થળે યુવતિનો હાથ પકડી બિભત્સ માંગણી કરી ઝપાઝપી કરી ટી-શર્ટ ફાડી નાંખી તેના મિત્રને માર મારી હાથ-પગમાં ફ્રેકચર કરી નખાયુ હતું. કોઇ સ્થળે કાર આડે ઓચીંતા વાહન આડે આવી જતાં મારામારી થઇ હતી. પોલીસને ફરિયાદો નોંધવા માટે સતત દોડધામ કરવી પડી હતી. અમુક ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ડઝનેક આવી ઘટનાઓ પર્વ દરમિયાન પોલીસ ચોચડે નોંધાઇ હતી. આ ઘટનાની વિસ્તૃત વિગતો અહિ પ્રસ્તુત છે.
(3:28 PM IST)










