તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
સમજુ પાર્કમાં બ્યુટી પાર્લરના તાળા તોડી રોકડ-દાગીના મળી રૂા. ૩.૮૦ લાખની મત્તાની ચોરી
શહેરમાં તસ્કરોએ ઉતરાયણની ઉજવણી પોતાની સ્ટાઇલથી કરી સંતકબીર રોડ આંબાવાડીમાં રહેતાં સંચાલિકા શિલ્પાબેન સોરાણીની ફરિયાદઃ નવુ મકાન લીધુ હોઇ થોડો સમય માટે કબાટ બ્યુટી પાર્લરની જગ્યામાં રાખ્યો હતોઃ બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા.૧પઃ નવાગામમાં આવેલ સમજુપાર્કમાં બ્યુટીપાર્લરને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂા. ૮૦ લાખની માલમતા ચોરી જતા મહિલાએ બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ મૂળ સંતકબીર રોડ પર આંબાવાડી શેરી નં. ૧ હાલ નવાગામ સમજુ પાર્ક શેરી નં. ૭ માં મકાન નં. ૧૦ માં રહેતા શીલ્પાબેન રવીભાઇ સોરાણી (ઉ.વ.૩૦) એ બી- ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે છેલ્લા એકાદ વર્ષથી પરિવાર સાથે ભાડે રહે છે અને પોતે સમજુ પાર્ક શેરી નં. ૭ માં મકાન નં. ૧ માં ભરતભાઇ કુંભારનું મકાન ભાડે રાખી ઋષીતા બ્યુટીપાર્લર એક વર્ષથી ચલાવે છે. આ મકાનમાં નીચેના માળે પોતે બ્યુટી પાર્લર ચલાવે છે અને ઉપરના માળે મકાન માલિકના સબંધી રહે છે. પોતે જયારે સમજુ પાર્કમાં મકાન ફેરવ્યુ ત્યારે ત્યાંથી પોતે એક કબાટ પણ પોતાની સાથે લાવ્યા હતા. તે કબાટ સમજુ પાર્કમાં બ્યુટી પાર્લરમાં રાખ્યો હતો. કબાટમાં રૂા. ૧ લાખના દીકરીઓના દાગીના મુકયા હતા અને પોતે સમજુપાર્ક શેરી નં. ૭ માં સાતેક મહિના પહેલા રૂા. ૩૬.પ૧ લાખમાં મકાન લીધુ હોઇ તેના ટોકન પેટે રૂા. પ૧ હજાર આપ્યા હતા અને બાકીના રૂપિયા પોતાના પિતાએ જમીન વેચી હોઇ તેના પૈસા આવ્યા હોઇ તે રૂપિયા પોતાને મકાન લેવા માટે આપવાના હતા. મકાનના દસ્તાવેજના ખર્ચ માટે પોતે પોતાની પાસે રહેલા દાગીના રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેંકમાં ગીરવે મુકી રૂા. ર,૮૦,૦૦૦ રોકડા આવ્યા હોઇ પંદરેક પહેલા પોતે દાગીના અને રોકડી રકમ પાર્લરમાં કબાટમાં મુકયા હતા અને આ કબાટની ચાવી પોતે કબાટની નીચે રાખતા અને કબાટની અંદરની તીજોરીની ચાવી પોતે પોતાના ઘેર રાખતા હતા. ગત તા.૧૩ ના રોજ રાત્રે પોતે પાર્લર બંધ કરી પોતાના ઘરે ગયા બાદ ગઇ કાલે પતિના મિત્ર જગદીશભાઇ ગોંડલીયા અને તેના પત્ની બંને પોતાના ઘરે આવ્યા બાદ બધા પોતાનું નવું મકાન જોવા માટે ગયા બાદ પાર્લરમાં પોતે ચણીયા ચોલી રાખેલ હોય તે જોવા માટે સાંજે બધા પાર્લરમાં ગયા ત્યારે પાર્લરનો મેઇન દરવાજાનો નકુચો તુટેલો હતો પોતે અંદર જતાં સામાન વેરવીખેર જોતા પોતે તપાસ કબાટમાં રાખેલ રોકડ અને દાગીના મળી રૂા.૩,૮૦,૦૦૦ ની માલમતા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પી હતી બાદ પોતે પોલીસ કંન્ટ્રોલમાં જાણ કરતા બી-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એસ. એસ.રાણે સહિતના સ્ટાફે સ્થળપર પહોંચી મહિલાની ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી છે.
(3:20 PM IST)










