તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
રાજકોટ રેન્જના ASI જયદિપ જી. અનડકટને PSI પદે બઢતી મળતા એસ.પી. હિમકરસિંહ દ્વારા સન્માન
રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. જયદિપ અનડકટનું પાઇપીંગ સેરેમની દ્વારા સન્માન કરતા રૂરલ એસ.પી. હિમકરસિંહ તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા.૧૫: રાજકોટ રેન્જ ખાતે ફરજ બજાવતા જયદીપ ગીરીશભાઈ અનડકટને ASI માંથી PSI પદે બઢતી મળતા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા વિદાયમાન અપાયું હતું.
સને ૨૦૧૬ માં જયદિપ અનડકટ ASI તરીકે ભરતી થયા બાદ જૂનાગઢ ખાતે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે તાલીમ મેળવી રાજકોટ ગ્રામ્ય ખાતે પોસ્ટિંગ મળતા શરૂઆતના સમયમાં રાજકોટ ગ્રામ્યના જસદણ, ધોરાજી, આટકોટ અને ભાયાવદર પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવી નોંધપાત્ર કામગીરી કરેલ. ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડમાં નિમણુંક થતાં ખૂબ જ ટૂંકા સમયમાં ખૂન લૂંટ અને અન્ય ગંભીર ગુન્હાઓના અનેક નાસ્તા ફરતા આરોપીઓને પકડી મહત્વપૂર્ણ કામગીરી કરેલ છે.
છેલ્લા સાડા ત્રણ વર્ષથી રાજકોટ રેન્જ ખાતે ફરજ બજાવી રહેલા જે.જી. અનડકટ ને PSI તરીકે બઢતી સાથે ડાંગ જિલ્લા ખાતે પોસ્ટીંગ મળતા રાજકોટ રેન્જ સ્ટાફ દ્વારા ફૂલ પડો આપી વિદાયમાન આપવામાં આવેલ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ દ્વારા પાઇપિંગ સેરેમની યોજી તેમને PSI તરીકે પણ ઉત્કળષ્ટ કામગીરી બજાવે તેવી શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવેલ.
હાલ તેઓ ડાંગ ખાતે PSI તરીકે હાજર થતાં રઘુવંશી અગ્રણીઓ તથા પોલીસ સ્ટાફ પરિવાર તરફથી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.
(11:47 AM IST)










