તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
દેશ-વિદેશના કરોડો માઈ ભકતોની ઉંડી આસ્થાને અખંડ શ્રઘ્ધાના પ્રતિકસમા આરાસુરી દયાની દેવી માં અંબાનો પ્રાગટય દિવસ પોષી પુનમ
મા અંબા વિશ્વંભરી દયાની મહાદેવી જનેતા છે, માતા સ્વરૂપ છે તેથી અંબાજી સૌથી પહેલા પ્રગટેલી માતૃશકિત છે માં અંબાનું મૂળ પ્રાગટય સ્થળ ગબ્બર પર્વતની ટોચ છે ત્યાથી માતાજીની અખંડ જયોત માતાજીના મુખ્ય દ્વારે લાખો માઈ ભકતો હર્ષ ઉલ્લાસથી લઈ આવે છેઃ આજના દિવસે માં ના ચાચર ચોકમાં માં શકિત યજ્ઞ, ચંડીપાઠ અને ગરબાનું આયોજન થાય છે અર્બદ(આબુ) પર્વતના એક ભાગ સ્વરૂપે આરાસુર પર્વત વિસ્તારમાં અંબાજીનું પીઠ સ્થાન ઈ.સ. ના ત્રીજા, ચોથા દાયકાનું હશે એવી એક માન્યતા છેઃ જૈનોના તિર્થંકર ભગવાન નેમીનાથના માં અંબા કુળદેવી છે દેવી સતીનું હદય આરાસુર પર્વત ઉપર પડેલ જેથી ત્યાં માં અંબાજીની શકિતપીઠની સ્થાપના થઈઃ માતાજીને સવારે બાળા બપોરે યુવા અને સાંજે વૃઘ્ધાનો પોષાક ધારણ કરાવી પુજન વિધી થાય છે પોષી પૂર્ણિમાં દેવીઓની દેવી આદિશકિત માં અંબાજીનો પ્રાગટય દિન ગણાય છે, દેવોનો શકિતપુંજ દેવી શકિત અંબાજી રૂપે પ્રગટેલ એવી પૌરાણિક કથા છે

આપણો દેશ વિશ્વના અતિ પૂરાણા સનાતન હિન્દુ ધર્મના અતિ ઉંડી અને અખંડ શ્રઘ્ધા ધરાવતો દેશ છે જેથી આપણા દેશની પ્રજા અનેક દેવ-દેવીઓમાં અતૂટ શ્રઘ્ધા સાથે નિયમીત પૂજાપાઠ કરે છે. આ પૈકી એક દેવી માં અંબા વિશ્વંભરી જનેતા છે. પૂરાણા ધાર્મિક ગ્રંથોના આધારે જગત માતા અંબાજીનો પ્રાગટય દિન પોષી પૂર્ણિમાં મનાય છે. માં અંબા વિશ્વંભરી જનેતા છે અને માતા સ્વરૂપ છે જેથી માં અંબાજી સૌથી પહેલા પ્રગટેલા માતૃશકિત છે. જેનો આપણા અનેક પૂરાણા ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
આદિ અખિલેશ્વરી જગત જનની માં અંબાજીના પ્રાગટય દિન પોષી પૂર્ણિમાએ માતાજીના ચાર્ચર ચોકમાં માશકિત યજ્ઞ, ચંડીપાઠ અને ગરબા વિગેરેનું અતિભવ્ય આયોજન થાય છે. માં અંબાજીનું મૂળ પ્રાગટય સ્થળ ગબ્બર પર્વતની ટોચ છે. ત્યાથી માતાજીની અખંડ જયોત, માતાજીના મુખ્ય મંદિરે ધામ ધુમથી લાવવામાં આવે છે. આ દિવ્ય પ્રસંગે દેશ વિદેશના લાખો માઈ ભકતો આ ધાર્મિક ભવ્ય ઉત્સવમાં ભાગ લેવા આવે છે.
આદિશકિત મહાશકિત અંબાજીની પૌરાણિક કથાને માન્યતાનું સંકલન
અંબાજીની ભશકિતપીઠ છે. જાણીતી કથા પ્રમાણે, પિતા દક્ષના યજ્ઞમાં પતિ શિવનું ભારે અપમાન થયું. તેથી સતી પાર્વતી યજ્ઞ કુંડમાં કુદી પડેલ. દેવાધિદેવ અત્યંત ક્રોધિત થઇ સતીનો અર્ધ દગ્ધ દેહ ખંભે લઈ ત્રાંડવ નૃત્ય કરવા લાગેલ જેથી ત્રણેય લોક ધુ્રજી ઉઠેલ. આ સમયે સતીના અંગો પૃથ્વી લોક ઉપર પ૧ સ્થળ પર પડેલ જેથી આ પ૧ સ્થળ શકિતપીઠ ગણાય છે ન્નયા દિવસ રાત માં ના ભકતો માં ના ભજન કિર્તન કરે છે.
આરાસુર પર્વત ઉપર દેવી સતીના હદયનો ભાગ પડેલ અને ત્યા અંબાજી શકિતપીઠ રચાયેલ છે.
અંબાજી માતાના હાલના અતિ ભવ્ય અને દિવ્ય મંદિરથી અંદાજે ત્રણ કિલોમીટરના અંતરે માં ભગવતીનું મૂળ પ્રાગટય સ્થાન ગબ્બર આવેલ છે. આ ગબ્બર પર્વત ઉપર રહેલો ત્રાસો ખડક માતાજીના દુર્ગનું દ્વાર ગણાય છે. લોક કથા પ્રમાણે મા અંબા દુર્ગમાં ઝુલા ઉપર ઝુલે છે. અને આજે પણ અનેક માઈ ભકતો આ હિંડોળાનો અવાજ સાંભળે છે એવી દંતકથા છે. ગબ્બરના ગોખમાં જગત માતા અંબાની અખંડ જયોત સતત પ્રજવલિત રહે છે જે મંદિરમાંથી પણ જોઈ શકાય છે.
લોક કથા મુજબ પરમાર રાજવી શ્રી જશરાજે પોતાની કુળદેવી અંબિકાનું પહેલુ વહેલુ મંદિર બંધાવેલ છે અને બીજી માન્યતા મુજબ માં અંબાની પ્રખર ભકત એક ગોવાળ દરરોજ ગબ્બરની આજુબાજુ ગાયોનુ ધણ લઈ ચરાવવા જતો. એ ધણમાંથી રોજ એક ગાય સાંજે એક ગુફામાં જતી. જેથી આ ગોવાળે એક દિવસ એ ગાય પાછળ જઈ ગુફામાં પ્રવેશેલ તો માતા અંબા હિરા મોતીના ઝુલે ઝુલતા હતા. ગોવાળે માતાજીના દર્શન કરેલ જેથી માતાજીએ ગાયની ચરાઈ રૂપે એને જવના દાણા આપેલ. જે જવના દાણા હિરામોતીમાં ફેરવાઈ ગયેલ એવી પણ એક લોક વાયકા છે.
સ્કંધપુરાણના અર્બુદખંડ વગેરેને આધારે સમજાય છે કે અર્બદ (આબુ) પર્વતના એક ભાગ સ્વરૂપ આરાસુર પર્વત વિસ્તારમાં અંબાજીનું પીઠસ્થાન ઈ.સ. ના ત્રીજા-ચોથા સૈકાનું હશે. એવો એક મત મળે છ.ે અંબાજી મંદિર પાસેના કુંભારિયાના જૈન મંદિરોમાંથી મળેલા શિલાલેખોમાંથી સ્પષ્ટ થાય છે કે અહીં અગિયારમી સદીમાં આરાસણનગર હતું.
જૈનોના તીર્થંકર ભગવાન નેમિનાથના માં અંબા કુળદેવી હતા.ચંદ્રાવતીના પરમાર રાજાઓનું રાજય જયારે આરાસુરના ગબ્બરમાં હતું ત્યારે પરમારવંશી રાજવી જશપાલે બારમી સદીમાં અંબાજી માતાનું અતિ ભવ્ય અને દિવ્ય મંદિર બંધાવેલ. જશપાલ પછીના તેજપાલે અંબાજી પાસેના દાતામાં ગાદી સ્થાપેલ. એ વંશના છેલ્લા રાજવી શ્રી ભવાનીસિંહ મા અંબાના પ્રખર ભકત અને ઉપાસક હતા.
અંબાજીના મુખ્ય મંદિરમાં માતાજીની મૂર્તિ નથી પણ વિસાયંત્ર છે. એ યંત્ર ઉપર સોના ચાંદીના પતરાની આંગી રચીને છત્ર, વાહન અને મુગટથી શણગારેલ છે. માતાજીને સવારે બાલા, બપોરે યુવા અને સાંજે વૃઘ્ધા એ પ્રકારનો પોષાક પહેરાવી પુજા થાય છે. સાતેય દિવસે જુદા જુદા વાહનો ઉપર માતાજીની સવારી હોય છે. અંબાજી તંત્ર સંપ્રદાયની પણ સિઘ્ધ શકિતપીઠ મનાય છે. તેથી પુજા વિધીમાં તાંત્રિક પ્રભાવ વર્તાય છે.
શ્રીયંત્ર માં કુલ નવ ચક્રો હોય છે. શ્રીયંત્ર એટલે શ્રીનું ઘર-નિકેતન. શ્રીયંત્રમાં માં જગદંબાનું વાસના શરીર છે. શ્રીયંત્ર સમસ્ત વિશ્વનું સંપૂર્ણ સત્ય છે.

(4:49 PM IST)










