તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
લોકોની અમુલ્ય જીંદગી પતંગની દોરીથી કપાતી બચાવવા સેફટી ગાર્ડ ડ્રાઇવ યોજાઇ
ટ્રાફીકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કરાયા

રાજકોટઃ આવતીકાલે મકર સંક્રાંતીના પાવન પર્વની ધમાકાભેર ઉજવણી કરવા અબાલ વૃધ્ધોએ તૈયારી કરી લીધી છે ત્યારે આ દિવસે પતંગથી કપાયેલી દોરીથી રસ્તે જતા વાહન ચાલકો સાથે સર્જાતા અકસ્માતો સંખ્યા ઘટાડવા અને અમુલ્ય જીંદગીઓને પતંગની દોરીથી કપાતી બચાવવા માટે ડીસીપી પુજા યાદવની આગેવાની હેઠળ એસીપી જે.બી.ગઢવી અને ટ્રાફીક શાખાના અધિકારીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર જુદી જુદી જગ્યાઓએથી પસાર થતા ૬૧૦ જેટલા વાહન ચાલકોને અટકાવી તેમના બાઇકમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રાફીક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
(4:39 PM IST)










