તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
પુષ્પા-મોદી-યોગી બ્રાન્ડની પતંગોની ધૂમ ડિમાન્ડ
આજે રાત્રે સદર બજાર સહિતની પતંગ બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળશે : પતંગમાં ૧૦ થી ૨૫ ટકા અને દોરામાં ૨૦ થી ૨૫ ટકાનો ભાવ વધારો : કેટલાક દિવસોથી ઘરાકી સારી : રૂા.૧૦ થી લઇ રૂા.૫૦૦ સુધીની પતંગો બજારમાં, ૧૦૦ થી વધુ વેરાયટીઓઃ મુંબઇથી ફોલ્ડીંગ પતંગોની પણ ડીમાન્ડ

રાજકોટઃ ઉતરાયણ મહાપર્વને હવે આજે એક દિવસ બાકી રહયો છે. ત્યારે બાળકો, યુવાનો અબાલ વૃધ્ધો આનંદ ઉમંગ ઉત્સાહથી પતંગ-દોરાની ખરીદી કરી રહયા છે. બહેનોને પણ મકર સંક્રાંત માં પતંગ ઉડાવવાનો શોખ હોય છે. લોકોમા઼ આ મહાપર્વનો અદમ્ય ઉત્સાહક જોવા મળે છે. આ વર્ષે પતંગ માં મામૂલી ૧૦ થી ૧પ % જેવો ભાવવધારો છે.
આ વર્ષે સરેરાશ કોટન એકસપોર્ટની છુટ આપતા કંપનીમાં પ્રોડકશન ઓછુ વધુ છે. જેથી જે સપ્લાઇ કંપનીમાંથી થતી એમાં કાપ આવેલો છે. અને ડીમાન્ડ વધુ છે. જેનો હિસાબે દોરામાં તેજી જોવા મળે છે. ગત દિવાળીની સીઝનમા વેપારીઓને પૂવ સારી ગઇ એ મુજબ માલની શોર્ટેજ તે કારણે પતંગની સિઝન પણ ખૂબ સારી જશે એવી વેપારીઓને આશા છે.
પતંગ ૧૦ ના પંજાથી શરૂ થઇ પ૦૦ રૂા. પંજા સુધી આવે છે. પતંગમાં ૧૦૦ થી પણ વધુ વેરાયટીઓ આવી છે મેટલ ફેન્સ,ગોલ્ડન, સિલ્વર બાળકોથી છોટાભીમ, ડોરેમોન,વ્હાઇટ/બ્લેક, દિલવાળી ,ર૦રપ હેપી ન્યુ યર,ચાંદ, આંખ યુવાનોની ખૂબ પ્રિય સફેદ અને રંગીન ચીલ, રંગીલા વડાપ્રધાન મોદી સાહેબ અને યોગી આદિત્યનાથ સ્વર્ણીમ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનીટી, તિરંગા, વંદેમાતરમ, નાગણી પતંગ (જેનું પૂછડું નાગણ જેવો આકાર હોય છે) પુષ્પા,સ્ત્રી, આલયા ભટ્ટ, રણબીર કપુર વગેરે ફિલ્મી સ્ટારોની, બીગ ફૂટ ફેમીલી સુપર મારીયો બ્રધર્સ, ડબલ કબૂતર, સરકસ કલોન, સાર વગેરે અસંખ્ય વેરાયટીઓ છે.
દાયકાઓ જુના આશાપુરા રોડ ઉપર આવેલ ઋતુરાજ સિઝન સ્ટોર વાળા હરેશભાઇ કટારીયા અને પીન્ટુભાઇ કટારીયા વધુમાં જણાવે છે. આ વર્ષે શરૂઆતમાં મંદી જેવું હતું. પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઘરાકી ખુબ જ સારી છે.
મુંબઇની ફોલ્ડીંગ પતંગ પણ સારી છે. જે કાપડ ઉપર હોય છે. તેમાં સમડી, બાજ, ડોરેમોન અને બુલબુલ સીરીયલના ધેટાલીપ, ડોરેમોન વિગેરે કરેકટરની પતંગ ચાલે છે. હવેલી અને મંદિરમાં ભગવાનને ભેટ કરાવાની ર ઇંચની પતંગ ફીરકીનો સેટ પણ મળે છે. જેમાં નરશીરાવ વાળી પતંગ ફીરકીનો સેટ સોના જેવો હોય એવું સરસ લાગે છે. તેમાં પણ ખુબ વેરાયટીઓ આવી છે. જેમાં હાથમાં પાવવાનો તેના માથા ઉપર કે એક સરખી પહેરવાથી હોય છે. એન્જલ માસ્ક જેમાં દરેક પ્રકારના એન્જલ માસ્ક કેરેકટર વાળા ફર મટીરીયલમાં માસ્ક, લાઇટવાળા માસ્ક, લાઇટવાળા ફાનસ, કરબા, ગર્લ્સ કેપ, બોયઝ કેપ, અક્ષરા કેપ વગેરે કેપમાં પણ અસંખ્ય વેરાયટીઓ આવી છે.
તૈયાર ફીરકીમાં બરેલી, યુપી, અમદાવાદ, સુરતના વેપારી પ્રખ્યાત બ્રાન્ડ, ગ્લાઇડર, જે.કે.ભગવાન, આર.ડી., શિવમ, બ્લેક એન્ડ વ્હાઇટ, સકાય ફાયર, બાજીગર, બાહુબલી, સિંઘમ વગેરે ૧૦૦૦ વાર પ૦૦૦ વાર સુધીની ફીરકી ઉપલબ્ધ છે. ફીરકી ૧૦૦ થી શરૂ થઇ ૧૭૦૦ સુધીની ફીરકીઓ ઉપલબ્ધ છે.
કાચા દોરાના રીલ રૂા.૪૦ થી લઇ ૧પ૦૦ સુધીના પ૦૦ વાર થી લઇ પ૦૦૦ વાર સુધીના આવે છે.
તસવીરમાં પતંગ દોરાની ખરીદીનો ધમધમાટ જોવા મળે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:11 PM IST)










