<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

પંચનાથ એનીમલ હોસ્‍પિટલને જીવદયાનાં ઉત્‍કૃષ્‍ઠ કાર્યમાં અનુદાન આપવા માંકડ - શાહની શહેરીજનોને અપીલ

અત્‍યાર સુધીમાં પ૦૦૦ જેટલી નાની મોટી સર્જરી - ૮૦૦૦થી વધુ પશુ-પક્ષીનાં એકસ-રે કરવામાં આવ્‍યા

રાજકોટ, તા.૧૩: સૌરાષ્‍ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરનાં મધ્‍યમાં આવેલ અને ઘણાં વર્ષથી કાર્યરત શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્‍ટ સંચાલીત એનીમલ હોસ્‍પિટલમાં જીવદયા પ્રેમી દાતાઓના સહયોગના સમયમાંથી મૂક પશુ-પંખીઓનો નિઃશુલ્‍ક રીતે સારવાર કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧પ તી શરૂ કરેલ આ એનીમલ હોસ્‍પિટલમાં એક લાખથી પણ વધુ પશુ પક્ષીઓની સારવાર કરવામાં નિમીત બન્‍યું છે, છેલ્લા એક વર્ષમાં ૭૮૨૪થી પણ વધારે પશુ-પંખીઓની સારવાર કરેલ છે. પ૦૦૦ જેટલી નાની મોટી સર્જરી જેમાં અતિ સંવેદનશીલ (મેજર) કહી શકાય તેવા અને શરીરના અંગોની સફળ રીતે સર્જરી કરવામાં સફળ રહયો છે. તદુપરાંત ૮૦૦૦થી પણ વધારે એકસ-રે પરીક્ષણ દ્વારા અકસ્‍માતે થયેલા હાડકાનાફેકચરની સારવાર કરવામાં આવી છે.

હાલમાં ડોગમાં કેન્‍સરનું પ્રમાણ વધુ જોવા મળી રહયું છે ત્‍યારે પ૦૦ જેટલા ડોગનાં જીવન બચાવવા કીમોથેરાપીની પણ સારવાર આપી રહયું છે. આમાં મુખ્‍યત્‍વે સર્વાઈકલ કેન્‍સર, વજાઇનલ કેન્‍સર, બ્રેસ્‍ટ કેન્‍સર, સ્‍ટમક કેન્‍સર જોવા મળી રહયા છે. હાલમાં ડોગમાં કેન્‍સરનું પ્રમાણ વધુ જોવા મળી રહયું છે ત્‍યારે ૫૦૦ જેટલા ડોગનાં જીવન બચાવવા કીમોથેરાપીની પણ સારવાર આપી રહયું છે. આમાં મુખ્‍યત્‍વે સર્વાઈકલ કેન્‍સર, વજાઈનલ કેન્‍સર, બ્રેસ્‍ટ કેન્‍સર, સ્‍ટમક કેન્‍સર જોવા મળી રહયા છે. સામાન્‍ય સંજોગોમાં પશુ અને પંખીઓમાં થતા રોગો માટે તપાસનો કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી પરંતુ જરૂર પડ્‍યે એકસ-રેનો ફકત રૂા.૧૦૦ ચાર્જ લેવામાં આવે છે. સૌથી અગત્‍યની બાબત એ છે કે શેરી-ગલીઓમાં વસતા શ્વાનોની સારવાર માટેનો કોઇપણ પ્રકારનો ચાર્જ વસુલ કરવામાં આવતો નથી. હોસ્‍પિટલનો સમય સાવરે ૯ થી બપોરે ૧ અને બપોરે ૩ થી સાંજના ૭ સુધીનો રાખવામાં આવેલ છે. ઇમરજન્‍સી સારવાર માટે ડૉ. વિવેક કલોલાનો મો. ૯૯૦૪૯૭૪૯૫૫ ઉપર સંપર્ક કરવા પંચનાથ હોસ્‍પિટલનાં પ્રમુખ દેવાંગભાઈ માંકડની એક યાદીમાં જણાવાયું છે.

પક્ષી બચાવો અભિયાન ચેરમેનશ્રી તથા જૈન અગ્રણી મયુરભાઇ શાહ દ્વારા સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને અપીલ કરતા જણાવેલ છે કે, આગામી મકર સંક્રાંતિનો તહેવાર જરૂર આનંદ અને ઉલ્લાસ સાથે માણો પણ સાથોસાથ કુદરતના ખોળામાં ગગનમાં મુક્‍ત રીતે વિહાર કરતા મૂક પંખીઓનો પણ ખ્‍યાલ રાખશો અને આ તહેવાર દાન દ્વારા પૂણ્‍યનું ભાથુ બાંધવાનો પરમ અવસર હોય શ્રી પંચનાથ એનીમલ હોસ્‍પિટલમાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા માટે સહયોગ આપવા મયૂરભાઇ શાહની યાદીમાં જણાવેલ છે.

(4:11 PM IST)