<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

જૈન ક્રાંતિ દ્વારા આવતીકાલે સાધાર્મિક પરિવારોને વિનામુલ્યે કીટ વિતરણ કરાશે

 

રાજકોટ તા.૧૩: પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબનાં વરદ્ હસ્તે મકરસંક્રાંતના પાવન અવસરે જૈન ક્રાંતિ દ્વારા વિનામુલ્યે સાધર્મિક કીટ વિતરણ યોજાયેલ છે.

''સાધર્મિક ભકિત અપાવે મુકિત'' એ ઉકિતને સાર્થક કરવા જૈનક્રાંતિ પરિવાર દ્વારા સ્વ.રસિકભાઇ પારેખ પ્રેરિત સતત ૩૦ વર્ષથી ચાલતા સાધર્મિક પરિવારોને વિનામૂલ્યે અડદીયા-ચિક્કી સાથેની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની કીટ વિતરણ અવસરે ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતના પાવન અવસરે, સ્વ.રસિકભાઇ પારેખની સાતમી પુણ્યતિથિ ગોંડલ સંપ્રદાયના તિર્થસ્વરૂપા પૂજ્ય ગુરૂણીમૈયા શ્રી હિરાબાઇ મહાસતીજીની જન્મ જયંતી નિમિતે... ત્રિવેણી સંગમના સથવારે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વર્દ્ હસ્તે કાર્યક્રમ યોજાયા છે.

આ પ્રસંગે પૂજ્ય શ્રી સ્મિતાજી મહાસતીજીની પાવન નિશ્રામાં દાતાશ્રીઓનાં સહયોગે સમાજનાં શ્રેષ્ઠીઓ તથા સરકારી અધિકારીશ્રી, રાજકીય-સામાજિક અગ્રણીઓની સવિશેષ ઉપસ્થિતિમાં તારીખ,૧૪ મંગળવારે, સવારે ૯:૩૦ કલાકે, જૈન ક્રાંતિ નિવાસે ૩૧-૩૬, કરણપરા-રાજકોટ ખાતે કીટ વિતરણ રાખેલ છે.

ઉપરોકત તસ્વીરમાં જૈન અગ્રણીઓ તથા આયોજકો સર્વ શ્રી સમીરભાઇ પારેખ, રાકેશભાઇ ડેલીવાળા, ધીરેનભાઇ ભરડવા, પરેશભાઇ સંઘાણી, રાજુભાઇ શેઠ તથા અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે નજરે ડે છે.

(4:04 PM IST)