News of Monday, 13th January 2025
ઉકાણી પરિવાર દ્વારા યુરોપીયન થીમમાં રીંગ સેરેમની
ત્રિદિવસીય મનોરથમાં વૃંદાવનધામ ઉભું કર્યુ તો, લગ્નોત્સવમાં ઘરઆંગણે જ યુરોપ ઉભુ કરી દીધુ : સુશોભીત પ્રવેશદ્વાર, મેઇન સ્ટેજ, વિદેશી ફાઉન્ટેન્ટ રંગબેરંગી આતીશબાજી સહીતના મનોરમ્ય આકર્ષણોઃ કાઠીયાવાડી, રાજસ્થાની, ઇટાલીયન, મેકસીકન, કોન્ટીનેન્ટલ નોર્થ- સાઉથ ઇન્ડીયન સહીતના વ્યંજનોનો રસથાળઃ મ્યુઝીકલ બેન્ડના સથવારે ૮૦થી વધુ કલાકારોએ હીન્દી વેસ્ટર્ન ગીતો ગાયા, ટાઈટેનીક સોંગે ધુમ મચાવીઃ મંત્રીઓ, ધારાસભ્યો, રાજકીય મહાનુભાવો, સનદી અધિકારીઓ સહીતના મહેમાનો એ રાધા-રીશીને શુભેચ્છાઓ- આર્શીવાદ પાઠવ્યા

રાજકોટ તા.૧૩ : દિકરીને સાચા અર્થમાં તુલસીનો કયારો ગણતા જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર મૌલેશભાઈ ઉકાણીના આંગણે ચિ. રાધાના શાહી લગ્નોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે ઇશ્વરીયાની ભાગોળે ખાસ ઉભા કરાયેલા વૃંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોરથ તથા શ્રી નાથદ્વારાની ધ્વજાજી આરોહણ ઉત્સવ ના ધાર્મિક પ્રસંગોનો રાજકોટની ધર્મપ્રેમી જનતાએ લ્હાવો લીધો તા. ૧૧ ને શનિવારે ઉકાણી પરિવારે શાનદાર રીંગ સેરેમની નો પ્રસંગ ઉજવ્યો હતો. રાજકોટના લગ્નોત્સવના ઇતિહાસમાં મોંઘેરા મહેમાનો, યુરોપીયન થીમ અને વિવિધ વ્યંજનોનો રસથાળ સહીતના આકર્ષણો યાદગાર બની રહયા હતા.
રાજકોટ ખાતે ઇશ્વરીયામાં દ્વારકાધીશ ફાર્મ માં યુરોપીયન થીમ પર ભવ્યાતિભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જયા શનિવારની સોનેરી સાંજે ચિ. રાઘા તથા ચિ. રીશીની રીંગ સેરેમની સેલીબ્રેશન યોજાયુ હતુ. યુરોપીયન થીમ પર તૈયાર કરાયેલા આ ખાસ ભવ્ય અને આકર્ષીત સેટની વિશેષતાઓમાં ઈગ્લુ આકારનો ગ્લાસથી મઢેલ ભવ્ય આકર્ષક પ્રવેશદ્વાર, ફલાવર્સથી સુશોભીત આકર્ષક લાઇટીંગ ઝુમ્મરો થી શોભતી વિશાળ ગેલેરી, વિશાળ ગ્રાઉન્ડમાં મેઇન સ્ટેજ અને મહેમાનો માટે આરામદાયક સોફાઓમાં બેઠક વ્યવસ્થા, યુરોપીયન પેલેસની થીમ પર આકર્ષક અને ભવ્ય સ્ટેજ, બેઠક વ્યવસ્થાની પાછળ વિશાળ જગ્યામાં ભોજન વ્યવસ્થા, ઢળતી સાર્જે - ધીમુ હળવું મ્યુઝીક, ગ્રાઉન્ડ પર નીતનવા વેશભૂષામાં ફરતા વિવિધ કરતબો દેખાડતા જોકરો, હવામાં ઉડતી પરીઓ ની કારીગરી જોઈ બાળકોથી માંડી મોટેરાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. વિશાળ અને આકર્ષીત સ્ટેજ પર વર-વધુ ચિ. રાધા અને ચિ. રીશીની ગ્રાન્ડ એન્ટ્રી કરવામાં આવી હતી. ડ્રોન મારફત હવામાં ઉડતી વેડીંગ રીંગ વર-વધુ પાસે પહોંચાડવામાં આવી હતી. મ્યુઝીકલ બેન્ડના ૭૦ થી વધુ કલાકારોના ફાફલાએ શ્રીનાથજીના ભજનથી માંડી, હિન્દ ગીતો, વેસ્ટર્ન સોંગની રમઝટ બોલાવી હતી. ખાસ કરી ટાઈટેનીકની ધુને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
મૌલેશભાઈ આંગણે દિકરી રાધાની રીંગ સેરેમની પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ ચિ.રાધા અને ચિ. રીશીને આર્શીવાદ પાઠવ્યા હતા. નવયુગલે ઉકાણી પરિવારના મોભી અને દાદા ડો.ડાયાભાઈ ઉકાણીના આર્શીવાદ લીધા હતા. દાદા ડો. ડાયાભાઈ ઉકાણી લાડકી દિકરી રાધાને આર્શીવાદ આપતા ભાવવિભોર બન્યા હતા. સ્વયં ઠાકોરજી આર્શીવાદ પાઠવતા હોય તેવા ભાવ સાથે રંગબેરંગી સિતારાઓની રોશનીથી સ્ટેજ ઉપરના ભાગે આકાશમાં જય દ્વારકાધીશ, શ્રીનાથજીનું મુખારવિંદ, વર-વધુના નામ, રીંગ સેરેમની દર્શાવતું રીંગ- અને હાથની પ્રતિકૃતિ, ઓલવેઝ બ્લેસીંગ ના મનોરમ્ય ચિત્ર ઉપાસવામાં આવ્યા હતા. રંગબેરંગી ભવ્ય વિવિધ આતશબાજી થી પ્રસંગની શોભામાં અભિવૃધ્ધી કરાય હતી. વર-વધુની રીંગ સરેમનીને ઉપસ્થિત મહેમાનોએ તાલીઓના ગળગળાટથી વધાવી હતી. આ રીંગ સેરેમની પ્રસંગે આમંત્રીત મહેમાનોને ભાવતા ભોજનીયાનો રસથાળ કાઠીયાવાડી, ગુજરાતી, કોન્ટીનેટલ, રાજસ્થાની, નોર્થ ઈન્ડીયન, સાઉથ ઇન્ડીયન, ઇટાલીયન, મેકસીકન, દેશ-વિદેશના ફુટ, સુકામેવા, જયુસ, વિવિધ ડીકસ, આઇસ્ક્રીમ, સહીત ૪૫૦ થી વધુ વ્યંજનો, અલગ-અલગ સુશોભીત યુરોપીયન થીમ બેઇઝ ડોમ માં પિરસવામાં આવી હતી.
દિકરીના લગ્નોત્સવ અંગે વાતચીત કરતા મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યુ હતુ કે દ્વારકાધીશની અસીમ કૃપાથી ઉકાણી પરિવારનું ગાતું પંખી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ રીંગ સેરેમનીમાં મહેમાનોને આવકારતા પ્રસન્નતા અનુભવું છુ લાડકવાયીના લગ્ન-સંગની શરૂઆત ધ્વજાજી સ્વરૂપે સ્વયં ઠાકોરજીના દર્શન, ધ્વજારોહણ, મનોરથના મંગલ પ્રસંગોથી થઈ નવયુગલને દર્શને આવતા વૈષ્ણવોના અંતરના આર્શીવાદ મળ્યા ની ખુશી છે. દિકરી વિદાય પૂર્વે ધર્મ પ્રસંગોના મીઠા સંભારણા, રાજકોટની ધર્મપ્રેમી જનતાનો પ્રતિસાદ અને પ્રેમભાવ થી આંખો ભીની થઇ આવે છે. જે દિકરીની વિદાયને વધુ પાવન કરી જાય છે. દિકરી રાધાની ઇચ્છાને પાંખો આપતા મૌલેશભાઈ ઉકાણીએ ઘરઆંગણે જ જાણે યુરોપ ઉભું કરી દીધુ હોય તેમ દ્રારકાધીશ ફાર્મ ખાતે યુરોપીયન થીમ માં એક માસ પૂર્વે જ તૈયારીઓ શરૂ કરાવી ભવ્ય સેટ ઉભો કરાવ્યો હતો. સાથોસાથ દિકરીને પર્યાવરણ જતનના આપેલ વચન માટે આમંત્રીત મહેમાનો નામે આશરે ૫૦૦૦ જેટલા વૃક્ષારોપણ કરી છોડ માં રણછોડ રૂપે સાર્થક કરી હતી. માત્ર વૃક્ષારોપણ જ નહી તેના ઉછેર અને માવજત ની જવાબદારી પણ તેઓ બખૂબી નિભાવશે. મહેમાનો ના નામ અને નંબર પર જે તે વૃક્ષની અપગ્રેડ માહીતી તેઓને મળતી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટમાં ભવ્યાતિભવ્ય રીંગ સેરેમની બાદ મૌલેશભાઈની આત્મજા ચિ. રાધા અને ફીલ્ડમાર્શલ ગ્રુપના નીતીનભાઈ કણસાગરાના પુત્ર ચિ. રીશી અબુધાબીના એમીરેટ્સ પેલેસમાં અગ્નિની સાક્ષીએ મંગલ ફેરા ફરશે. આ અગાઉ ચુંદડી ઓઢાડવાની વિધી નાથદ્વારા ના મોતી મહેલમાં કરવામાં આવી હતી. રાજકોટમાં યોજાયેલ રીંગ સેરેમનીમાં મૌલેશભાઈ આંગણે રાજકીય મહાનુભાવો કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ સ્ટેટ માંધાતાસિંહજી જાડેજા, રાજયના કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને મેકસન ગ્રુપના ધનજીભાઈ માકાસણા, ધારાસભ્યો કાંતિભાઇ અમૃતીયા (મોરબી), મહેન્દ્રભાઈ પાડલીયા (ઉપલેટા-ધોરાજી), રમેશભાઈ ટીલાળા (રાજકોટ), ડો. દર્શીતાબેન શાહ (રાજકોટ પશ્ચિમ), સંજયભાઈ કોરડીયા (જુનાગઢ) પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, રાજકોટના મેયર નયનાબેન પેઢ ડીયા, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ સહીતના રાજકીય મહાનુભાવોએ ડો. ડાયાભાઈ ઉકાણી, મૌલેશભાઈ ઉકાણી, શ્રીમતી સોનલબેન મૌલેશભાઈ ઉકાણી, નટુભાઈ તથા અમીતાબેન ઉકાણી, લવ તથા રીશા ઉકાણી, જય તથા હેમાંશી ઉકાણી, વિધી, યુગ સહીતના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી. અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉકાણી પરિવારને નિવાસ સ્થાન પર જઈને તથા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સિદસર મહોત્સવમાં શુભેચ્છા પાઠવી હતી.
ઉકાણી પરિવાર દ્રારા ઇશ્વરીયા સ્થિત દ્વારકાધીશ ફાર્મ ખાતે યુરોપીયન થીમ માં યોજાયેલા રીંગ સેરેમની પ્રસંગે ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ટ્રસ્ટીઓ બી.એચ ધોડાસરા, ગોવિંદભાઈ વરમોરા, જગદીશભાઇ કોટડીયા, જયંતીભાઈ કાલરીયા, ગટોરભાઈ હરીપરા, જીવનભાઈ ગોવાણી, મગનભાઈ જાવીયા, પરસોતમભાઈ ફળદુ, રમણીકભાઈ ભાલોડીયા, ભૂપતભાઈ ભાયાણી, ઉદ્યોગપતિઓ વલ્લભભાઇ વડાલીયા, મનસુખભાઈ પાણ, નાથાભાઈ કાલરીયા, શિવલાલભાઈ આદ્રોજા, ધીરૂભાઈ ડઢાણીયા, જેન્તીભાઈ ફળદુ, કરશનભાઈ આદ્રોજા, હરીભાઈ કણસાગરા, ભગવાનજીભાઈ હેદપરા-મુંબઇ, કેતનભાઈ ધુલેશીયા, કિશોરભાઈ અંદીપરા, સહીતના અગ્રણીઓએ ચિ. રાધા અને ચિ. રીશીને શુભેચ્છા પાઠવી હતી.
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રીઓ માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, ભાજપ મહિલા પ્રમુખ કિરણબેન માકડીયા, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ચેતનભાઈ રામાણી, ડી.વી. મહેતા, ડો. સુરેશ જોષીપુરા, નલીનભાઈ વસા, હસુભાઈ દવે, ઉપસ્થિત રહ્યા હતા. ઉકાણી પરિવારના આમંત્રણને માન આપીને રાજયના મંત્રીઓ, ધારાસભ્યો, સૌરાષ્ટ-ગુજરાતના રાજકીય મહાનુભાવો, કોર્પોરેટરો, રાજકીય પક્ષના સંગઠનના હોદેદારો, વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકોટની સામાજીક સેવાકીય સંસ્થાના હોદેદારો, સનદી અધિકારીઓ પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝા, ડી.પી.સી. જગદીશ બંગારવા, ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહીલ, ગીર-સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજા વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, એ ઉપસ્થિત રહી નવ યુગલને શુભેચ્છા અને આર્શીવાદ પાઠવ્યા હતા.
(3:45 PM IST)










