<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

સ્વયંસેવકોનું પથ સંચલન માનવમાં રાષ્ટ્રભકિતના સુર રેલાવે છે : માંધાતાસિંહજી જાડેજા

વર્ધમાનનગર સમર્પિત સ્વયંસેવકોનું રણજીત વિલાસ પેલેસ ખાતે રાજવી પરિવાર દ્વારા ભાવભીનું સ્વાગત

રાજકોટ : સાંસ્કૃતિક અને સામાજીક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરી હિન્દુ એકતા, અખંડિતતા અને ભારતીય સાંસ્કૃતિક મુલ્યોના જતન માટે નમસ્તે સદા વત્સલે માતૃભુમી.. પ્રાર્થનાનું નિત્યગાન કરીને સંઘશકિત કલૌયુગે જયઘોષ સાથે ભારતીય સનાતન સંસ્કૃતિ, સભ્યતા, જીવનમુલ્યોના જતન હેતુ શિસ્ત, નીડરતા, વીરતા અને નિઃસ્વાર્થ સમાજસેવાના ગુણો દ્વારા સમાજ અને રાષ્ટ્રને સમર્પિત સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ ધારણ કરી પથ સંચલન દ્વારા નગરયાત્રાએ નિકળે છે. ત્યારે નગરજનો પૂજય ભગવા ધ્વજના એ સાધકોના સમર્પિત ભાવજીવનની ઝાંખી કરીને ધન્યતા અનુભવે છે. પથ સંચલન માનવમાં રાષ્ટ્રભકિતના સુર રેલાવે છે.

તેમ છ નગર અને ત્રેવીસ શાખાઓ ધરાવતા વર્ધમાનનગર સમર્પિત સ્વયંસેવકોનું પથ સંચલન પેલેસરોડ પરથી પસાર થયું ત્યારે શ્રી રણજીત વિલાસ પેલેસ ખાતે રાજકોટના રાજવી પરિવારવતી અભિવાદન કરતા શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યુ હતુ. આ તકે સ્વયંસેવકો ઉપર પુષ્પવર્ષા કરી હતી. તે તસ્વીરી ઝલકમાં વિસ્તાર કાર્યવાહ રાજેશભાઇ રૈયાણી, વર્ધમાનનગર કાર્યવાહ વિરાજભાઇ મડિયા પણ દ્રષ્ટિગોચર થાય છે.

(3:44 PM IST)