<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

મકરસંક્રાંતી પૂર્વે પોલીસનું કડક ચેકીંગઃ કાચનો ભુક્કો પ્રતિબંધીત કાચ, ચાઇનીઝ દોરી અને રપ૦ તુક્કલ સાથે ૪૦થી વધુ ઝડપાયા

શહેર પોલીસ કમિશનરના જાહેરનામાની કડક અમલવારી, તમામ બ્રાંચ, પોલીસ સ્‍ટેશનોની કામગીરી

રાજકોટ તા. ૧૩ :.. મકર સંક્રાંતિના તહેવાર દરમ્‍યાન પોલીસે અલગ અલગ વિસ્‍તારમાં કડક ચેકીંગ હાથ ધરી ચાઇનીઝ દોરી, તુકકલ, કાચવાળી દોરીના ઉત્‍પાદન, સંગ્રહ વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ હોવા છતાં વેચાણ કરનારા ૪૦ થી વધુ વેપારીઓને પકડી કાર્યવાહી કરી હતી.  મકર સંક્રાંતિના તહેવાર દરમ્‍યાન પ્રતિબંધીત દોરી, તુકકલ, કાચવાની દોરીના ઉત્‍પાદન સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધીત ફરમાવતુ પોલીસ કમિશનરને જાહેરનામું હોઇ, આ અંતર્ગત પોલીસે અલગ-અલગ વિસ્‍તારમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. પોલીસે બે દિવસ દરમ્‍યાન ૪૦ થી વધુ વેપારીએ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. જેમાં એ. ડીવીઝન પોલીસે હરીહર ચોક પાસે દાતારના તકીયા પાસે કાચની દોરીવાળી પાંચ પ્‍લાસ્‍ટીકની ફીરકી સાથે એજા હુસેનભાઇ બ્‍લોચ (રહે. સદર બજાર), પાંચ ફીરકી સાથે ટીપુ સુલતાન રફીકભાઇ શેખને તથા કુવાડવા રોડ પોલીસે માલીયાસણ ચોકડી પાસેથી રણજીત રૂખડભાઇ મેરને ચાઇનીઝ દોરીની બે ફીરકી સાથે તથા થોરાળા પોલીસે ગંજીવાડાના પાસે, ચાઇનીઝ માંઝાવાળી પાંચ ફીરકી સાથે ઉમેશ શામજીભાઇ સરવૈયાને, ચુનારાવાડમાંથી ચાઇનીઝ દોરાની પ૦ ફીરકી સાથે સુરજ ઉર્ફે સુનો વલ્લભભાઇ ચાવડાને તથા પ્ર.નગર પોલીસે સદર બજારમાંથી પાકા સિંથેટીક મટીરીયલ, કાચનો ભુકકો, અન્‍ય હનીકારક પદાર્થનો દોરી બનાવવામાં ઉપયોગ કરનાર જલાલલુદીન નશીબઅલી, રિયાસત કેસરભાઇ હુસૈનને, તથા માલવીયાનગર પોલીસે ચંદ્રેશનગર ચોક પાસેથી હિરા ભુરાભાઇ રાઠોડને ૩ ફીરકી સાથે તથા તાલુકા પોલીસે પ્રતિબંધીત કાચથી ચડાવેલી પાંચ ફીરકી સાથે સુરેશ મફાભાઇ પટણી, ચાર ફીરકી સાથે ભુપત જેઠાભાઇ ગોરાસવા, અને ત્રણ ફીરકી સાથે મનોજ અરજણભાઇ  જોગણીયાને, પાંચ ફીરકી સોથ ણ્‍રકાશ દાનાભાઇ લોલાડીયાને તથા ક્રાઇમ બ્રાંચે રેલનગર પાસેથી ત્રણ ફીરકી સાથે રાહુલ બીપીનભાઇ બાટવીયા, ડીસીપી ઝોન-૧ ની એલસીબીએ નવાગામ પાસેથી ચાઇનીસ દોરીની ૧૪ રીલ સાથે એક સગીરને તથા ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર પાસેથી ૧૩ ફીરકી સાથે હીતેષ નરશીભાઇ હરેશીયાને તથા થોરાળા પોલીસે ગંજીવાડાના નાકા પાસેથી પાંચ ફીરકી સાથે ઉમેશ શામજીભાઇ સરવીયા, ચુનારાવાડ ચોક પાસેથી રપ૦ તુકકલ સાથે રોહીત ઉર્ફે કારો અરવિંદભાઇ સોલંકી સહિત ૪૦થી વધુ શખ્‍સોને પકડી લઇ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. આ અંતર્ગત નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલ દ્વારા ચાઇનીઝ દોરી, તુકકલ તેમજ ગ્‍લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હોઇ તેથી લોકોની સલામતી માટે ચાઇનીઝ દોરી કે માંજો વાપરવો ગુન્‍હો બનતો હોવાથી તેના ઉપયોગથી દૂર રહેવું. આ બાબતે કોઇને માહિતી મળે તો પોલીસ કંટ્રોલ ૧૦૦ તથા ૧૧ર માં જાણ કરવા પ્ર.નગર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(3:22 PM IST)