તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
રાજકોટ યાર્ડના વેપારીઓને ઇન્કમ ટેક્ષ દ્વારા ૯૦ લાખથી ૪ કરોડ સુધીની નોટીસો અપાતા રોષ : આવેદન અપાયું

રાજકોટઃ રાજકોટ માર્કેટયાર્ડના ૧પ થી ર૦ વેપારીઓને ઇન્કમટેક્ષ દ્વારા ૯૦ થી ૪ કરોડ સુધીની નોટીસો ફટકારાતા વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે. વેપારીઓએ રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાને જાણ કરતા ચેરમેન જયેશભાઇની આગેવાની તળે રાજકોટ યાર્ડના વેપારીઓએ ઇન્કમટેક્ષ કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યું હતું કે, યાર્ડના વેપારીઓએ દોઢ કમીશનના ધોરણે વેપાર કરે છે. અને ખેડુતોને કમીશન સહીતનું પુરૂ બીલ આપે છે. ઇન્કમટેક્ષ ખાતા દ્વારા ખેડુતોને અપાતા બીલને વેપારીઓની આવક ગણી નોટીસ ફટકારાઇ છે તે અયોગ્ય છે. વેપારીઓને ફકત ખેડુતોને અપાતા બીલ પર દોઢ ટકા કમીશનની જ આવક હોય છે. જે ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ હતી. તસ્વીરમાં યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા તથા યાર્ડના ડીરેકટરો અને વેપારીઓ રજુઆત કરતા દ્રશ્યમાન થાય છે.
(3:02 PM IST)










