<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

કાલે મકરસંક્રાંતિ : પતંગોથી આકાશ છવાશે, દાનનો પ્રવાહ વહેશે

મકરસંક્રાંતિનું પર્વ ઉજવવા ચોમેર ઉત્‍સાહ : ચીકી-જીંજરા-બોર-શેરડીની ઉડશે જયાફત : ગૌશાળા અને સેવા સંસ્‍થાઓ દ્વારા સેવા ફંડ માટે અપીલ

રાજકોટ તા. ૧૩ :                                                                       સુર્યનો મકર રાશીમાં પ્રવેશનો અવસર આપણે ત્‍યાં મકર સંક્રાંતિના પર્વ તરીકે ઉજવવામાં આવે છે.

કાલે મકર સંક્રાંતિ હોય ચોમેર અનેરો આનંદ છવાયો છે. પતંગ દોરાની બજારોમાં છેલ્લી ઘડીની ઘરાકી આજે મોડી રાત સુધી જામશે. કાલે ગગન રંગબેરંગી પતંગોથી છવાઇ જશે. મકાનોની અગાસીએ અગાસીએ ચીકી-જીંજરા-બોર-શેરડીની જયાફત ઉડશે.

ટેપરેકોર્ડરના માધ્‍યમથી ફિલ્‍મી ગીતો ગુંજશે. ગીતો વગાડતા વગાડતા પતંગ ઉડાડવાનો આનંદ લુંટાશે. ‘કાયપો છે'.. ‘ઢીલ દે ઢીલ દે'.. ‘ખેંચ ખેંચ' ના નારાનો શોરબકોર સંભળાશે.આ પર્વ દાનપૂણ્‍યનું પર્વ માનવામાં આવે છે. એટલે ગૌશાળા કે અબોલ જીવ માટે કામ કરતી સંસ્‍થાઓ દ્વારા વિવિધ વિસ્‍તારોમાં મંડપ કે છાવણી ગોઠવી દાન એકત્રિત કરાશે.હવામાન અંગેની આગાહી કરનારાઓએ કાલે પવન સારો રહેવાની આગાહી કરી હોય પતંગ ઉડાડનારાઓને મોજ પડી જાય તેવા અણસારો મળે છે.દરમિયાન કાલે દાન અને સેવાના કાર્યોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુ છે.

(2:38 PM IST)