<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ગ્રીન પાર્કના ઇમરાનભાઇ મેતરને કોૈટુંબીક ભાણેજે ધમકી દેતાં ફિનાઇલ પી લીધું

દૂધની ડેરી પાસે રહેતાં નદીમે 'તું કેમ તારી પત્નિ સાથે ઝઘડા કરી હેરાન કરે છે?' કહી જોઇ લેવાની ધમકી દઇ ગાળો દેતાં પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૩: કોઠારીયા રોડ ગ્રીન પાર્કમાં ભાડેથી રહેતાં યુવાનને તેના કોૈટુંબીક ભાણેજે નિલકંઠ સિનેમા પાસે ઝઘડો કરી ધમકી આપતાં તેને માઠુ લાગી જતાં પોતાના ભાઇના ઘરે જઇ ફિનાઇલ પી લેતાં સારવાર માટે દાખલ કરાયો હતો. આ બનાવમાં ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ ગ્રીન પાર્ક એન્જલવાળી શેરીમાં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં ઇમરાનભાઇ યાકુબભાઇ મેતર (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી દુધ સાગર રોડ પર રહેતાં તેના કોૈટુંબીક ભાણેજ નદીમ ગફારભાઇ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

ઇમરાનભાઇએ જણાવ્યું છે કે હું પત્નિ આસ્તાના અને દિકરા-દિકરી સાથે રહુ છું. શનિવારે બપોરે ત્રણેક વાગ્યે નદીમ મારી પત્નિને અવાર-નવાર ફોન કરતો હોઇ તે બાબતે મારી પત્નિ સાથે બોલાચાલી થતાં પોલીસ સ્ટેશને ગયા હતાં. જ્યાં ઘરમેળે સમાધાન કરી નીકળી ગયા હતાં. બાદમાં હુ નિલકંઠ ટોકીઝ પાસેની શેરીમાં પહોંચ્યો ત્યારે નદીમ પાછળ આવ્યો હતો અને મને રોકીને તું કેમ તારી પત્નિ સાથે બોલાચાલી કરી તેને હેરાન કરે છે? તેમ કહી ગાળો દેવા માંડ્યો હતો તેમજ હુ઼ તને જોઇ લઇશ તેમ કહી ધમકી આપી જતો રહ્યો હતો. બાદમાં મારા ભાઇ ઇરફાનના ઘરે હું ગયો હતો અને નદીને ગાળો દીધી હોઇ તેમજ ધમકી દીધી હોઇ મને માઠુ લાગી જતાં મેં ભાઇના ઘરે ફિનાઇલ પી લેતાં મને હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. જે. ગોહિલે ઇમરાનભાઇની ફરિયાદ પરથી નદીમ સામે ગુનો નોંધ્યો હતો.

(1:57 PM IST)