તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
કાલે કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા દેવનો પ્રાગટય દિનઃ ગોંડલમાં શોભાયાત્રા
કોળી સેના અને શ્રી માંધાતા ગ્રુપ રાજકોટ દ્વારા સતત ૧૭માં વર્ષે ભવ્યાતિભવ્ય આયોજન સંતો-મહંતો, રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતીઃ અન્નનો બગાડ ન કરવો સંદેશો અપાશેઃ મહિલા પાંખની ઘોષણા કરાશે

રાજકોટઃ આવતીકાલે ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિના પાવન પર્વ નિમીતે કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની જન્મજયંતિ નિમીતે કોળી સેના તથા શ્રી માંધાતા ગૃપ ગુજરાતના સંયુકત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. શોભાયાત્રા પુર્ણ થયા બાદ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી માંધાતા ગૃપ ગુજરાતના સ્થાપક ભુપતભાઇ ડાભીના માર્ગદર્શનથી સતત ૧૭ વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ શોભાયાત્રામાં ગોંડલ શહેર તથા તાલુકાના તમામ ઘર દિઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ બનાવવામાં આવે છે અને જ્ઞાતિ ભોજનમાં પીરસવામાં આવે છે. આ શોભાયાત્રામાં ૧પ હજારથી વધુ ભાઇઓ, બહેનો જોડાશે. શોભાયાત્રામાં શ્રી માંધાતા, શ્રી વેલનાથ, જલકારી બાઇ, વિર તાનાજી વગેરેના જીવન ચરીત્રો રજુ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં ગોંડલ સહિત સમગ્ર ગુજરાતભર માંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે.
પુ.રૂષીભારતીબાપુ-સરખેજ અમદાવાદ, દિવ્ય પુરૂષ સ્વામી- અક્ષર મંદિર, શ્રી હરીબાપુ- સતરંથ જગ્યા, શ્રી સીતારામબાપુ, શ્રી રામદાસબાપુ, શ્રી વાલજી ભગત તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કુંવરજીભાઇ બાવળીયા- કેબીનેટ મંત્રી, મુખ્ય અતિથી તરીકે નિમુબેન બાંભણીયા-કેન્દ્રીય મંત્રી, પરસોતમભાઇ સોલંકી મંત્રી ગુજરાત, મુખ્ય મહેમાન તરીકે દિવ્ેયેશભાઇ સોલંકી, ભારતીબેન શીયાળ, આર.સી.મકવાણા તથા ધારાસભ્ય હિરાભાઇ સોલંકી- રાજુલા, કાળુભાઇ ડાભી-ધોળકા, દેવાભાઇ માલમ-કેશોદ, કાળુભાઇ રાઠોડ-ઉના, ભગવાનજીભાઇ કરગટીયા- માંગરોળ, શિવાભાઇ ગોહેલ- મહુવા તથા રમાબેન મકવાણા, રેખાબેન સાગરકા, વિનોદભાઇ નાગાણી, આંદભાઇ ડાભી, ચંદુભાઇ ડાભી સહીતના ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત મનસુખભાઇ માંડવીયા- કેન્દ્રીય મંત્રી, ગીતાબા જાડેજા-ધારાસત્ય ગોંડલ, પરસોતમભાઇ રૂપાલા-સાંસદ રાજકોટ, રમેશભાઇ ધડુક, અલ્પેશભાઇ ઢોલરીયા, ચેતનભાઇ રામાણી ઉપસ્થિત રહેશે.
આવતી કાલે સવારે ૭ કલાકે શોભાયાત્રાનો પ્રારંભ થશે. ૧૧:૩૦ વાગ્યાથી જ્ઞાતિ ભોજન.
સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી માંધાતા ઉત્સવ સમિતીના પ્રમુખ હિરેન ડાભી, મહેશજી કોલી, વિજય ગોહેલ, પરેશ મકવાણા, સોમાભાઇ સદાદીયા, અશોકભાઇ ગોહેલ, રઘુભાઇ મેટાળીયા, પુનાભાઇ સાકરીયા તેમજ ગોંડલ શહેર તાલુકાના અનેક કાર્યકરો જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
શોભાયાત્રા રૂટ
શ્રી માંધાતા પાર્ર્ટી પ્લોટ ગોંડલ થી ઘોઘોવદર ચોક, પટેલ વાડી, હોસ્પિટલ ચોક, માંધાતા સર્કલ, માંડવી ચોક, આંબેડકર ચોક, જેલ ચોક, પાંજરાપોળથી શ્રી માંધાતા પાર્ટી પ્લોટ ખાતે પુર્ણ થશે.
(12:22 PM IST)










