<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

મવડી ચોકડીએથી અમદાવાદના વીરચંદને ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ કાચની ભુક્કીના જથ્થા સાથે તાલુકા પોલીસે પકડ્યો

પીઆઈ ડી.એમ. હરિપરાની ટીમની કાર્યવાહી: હરપાલસિંહ જાડેજા, ઉગાભાઈ બાળાની બાતમી

રાજકોટઃ મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને તાલુકા પોલીસે ચાઈનીઝ દોરાની ફિરકીઓ અને દોરો બનાવવા ઉપયોગમાં લેવાતાં ચાઈનીઝ કાચની ભુક્કીના જથ્થા સાથે અમદાવાદના શખસને પકડી લીધો છે.

 ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ કરવા તથા કોઈપણ પ્રકારના પ્લાસ્ટીક, પાકા સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/નાયલોન/ચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઈનીઝ બનાવટના ચાઈનીઝ દોરા તથા આયાતી દોરાના આયાત કરી ખરીદ, વેચાણ સંગ્રહ અને વપરાશ કરવા ઉપર તેમજ આવા દોરાના ઉપયોગ કરી પતંગો ઉડાડવા ઉપર પ્રતિબંધિત અંગેનુ પોલીસ કમિશનર દ્રારા જાહેરનામુ હોઈ તેની અમલવારી કરવા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોઇ તે દરમ્યાન હેડકોન્સ. હરપાલસિંહ જશુભા જાડેજા તથા પો.કોન્સ. ઉગાભાઇ રવજીભાઇ બાળાને બાતમી હકિકત મળેલ કે એક શખ્સ મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક તરફ જતા રોડ ઉપર આવેલ જલ્પા પાનની પાસે સફેદ કલરનો આખી બાયનો શર્ટ તથા મરૂન કલરનું પેન્ટ પહેરેલ છે જે ચાઈનીઝ કાચનો ઉપયોગ કરી ફીરકીમાં દોરો તૈયાર કરેલો હોઇ તેમજ વેચાણ કરે છે, આ માહિતી પરથી દરોડો પાડી વીરચંદ લલુભાઈ પટણી દેવીપૂજક (રહે.લીલાનગર મફતીયાપરા ખોડીયારનગરની બાજુમાં નીકોલ અમદાવાદ)ને એક MADE IN CHINA MELAMINE લખેલ ચાઈનીઝ કાચની ૨૫ કીલો ગ્રામ ભૂકી તથા ચાઈનીઝ કાચથી રંગ ચડાવેલ ફીરકીઓ કુલ નંગ-૮ જેની કિં.રૂ.૧,૨૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અઘીક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશ્નર જગદિશ બાંગરવા (ઝોન-ર) તથા મદદનિશ પોલીસ કમિશ્નર બી.જે.ચૌધરીના માગૅદશૅન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.હરિપરા, હેડકોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા તથા હરપાલસિંહ જાડેજા તથા અજયભાઇ ભુંડીયા તથા ફુલદિપસિંહ જાડેજા તથા પો.કોન્સ. સંજયભાઇ માંડાણી તથા નિકુંજભાઇ મારવીયા તથા બળભદ્રસિંહ જાડેજા તથા ઉગાભાઇ બાળા તથા જયપાલસિંહ જાડેજા તથા મહાવિરસિંહ જાડેજા તથા અક્ષયભાઇએ આ કામગીરી કરી હતી.

(10:17 AM IST)